December 22, 2024

ભાજપના સદસ્યતા અભિયાનમાં તંત્રનો દુરુપયોગના આક્ષેપો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનું હલ્લાબોલ

Share to

ઈકરામ મલેક દ્વારા રાજપીપળા

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન શરૂ કરાયું છે, ત્યારે આજે 12 સપ્ટેમ્બર 2024 ના રોજ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા કાર્યકર્તાઓના ટોળા સાથે નર્મદા જિલ્લા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.

આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓ સાથે કચેરીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમના અટકાવ્યા હતા ત્યારે પોલીસ સાથે ભારે ધક્કા મુક્કી અને હોબાળા બાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિતનું ટોળું કલેકટર કચેરીના કલેકટર શરીરના ચેમ્બર સુધી ઘસી ગયું હતું. ત્યારે ધક્કામુક્કી મા કલેકટર કચેરીના અંદર ના પ્રવેશ દ્વાર ના કાચ ના ભુક્કા બોલી ગયા હતા.

કલેકટર કચેરીના ચેમ્બર સુધી પહોંચી ગયેલા ચૈતર ભાઈ વસાવા અને તેમના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા સમજાવટ કરાઈ હતી, પણ તેઓ પોતાની વાત તમામ માણસો સાથે કલેકટર ને રજૂઆત ઉપર અડગ રહ્યા હતા. તેમણે ભાજપના સદસ્યતા અભિયાન મા જિલ્લા ના DDO ની સૂચનાથી તમામ TDO દવારા ભાજપ ને મદદ કરવામાં આવતી હોવાના ખુલ્લા આરોપો કરી તેમણે ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ના નામ જોગ કલેકટર સમક્ષ પુરાવા સાથે મુક્યા હોવાનું મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

પોલીસ કાફલો ઓછો પડતા નર્મદા એસ.પી કચેરી ના વર્કિંગ સ્ટાફ ને પણ કલેકટર કચેરી ખાતે બોલાવી લેવાયો હતો


Share to

You may have missed