DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ ના ભેસાણ તાલુકાની જીન પ્લોટ ક્લસ્ટરમાં લખતર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ- યોજાયુ 9, જેટલી સરકારી પ્રાથમિક શાળામાંથી 36 કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી .

Share to

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ – ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ દ્વારા આયોજિત, જીન પ્લોટ ક્લસ્ટર દ્વારા સંચાલિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન- 2024 યોજાયું. આ પ્રદર્શનમાં 9 જેટલી સરકારી પ્રાથમિક શાળામાંથી 36 કૃતિઓ પ્રસ્તુત થયેલ હતી .જેમાં 72 બાળ વૈજ્ઞાનિકોએ પોતાના વિવિધ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ઉપરના પ્રયોગો પ્રસ્તુત કર્યા હતા એમની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કલાઉત્સવમાં બાળ કવિ, ચિત્રસ્પર્ધા, ગાયન સ્પર્ધા અને વાદન સ્પર્ધા એમ કુલ ચાર સ્પર્ધાના છત્રીસ જેટલા સ્પર્ધકોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. આ ચાર સ્પર્ધામાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ક્રમશઃ 300, 200 અને 100 રૂપિયાનો રોકડ પુરસ્કાર તેમજ પારિતોષિક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે ભેસાણ તાલુકાના મામલતદારશ્રી પારગી સાહેબ, તાલુકા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી કુમારભાઈ બસીયા અને અનુભાઈ ગુજરાતી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજેશભાઈ ભેસાણીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે. કે. ચાવડા , કેળવણી નિરિક્ષકશ્રી જગદીશભાઈ મકવાણા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ખુમાણ, ભેસાણ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ કહોર, સી.આર.સી શ્રી મયુરભાઈ ડોબરીયા , કમલેશભાઈ દાફડા, શાળા વ્યવસ્થા પણ સમિતિના અધ્યક્ષ ભાવેશભાઈ વેકરીયા તથા સભ્યશ્રી વિજયભાઈ ભટ્ટી સહિત વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક તરીકે બામણગઢ રાષ્ટ્રીય માધ્યમિક શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ જાદવ, ચણાકા વિનય મંદિર ના શિક્ષિકા મીરાબેન વૈષ્ણવ, સામતપરાના શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ મુંગલા સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને જમ્બો કલર કીટ , પેડ,શૈક્ષણિક કીટ, કંપાસ વગેરે ઇનામ આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન જયશ્રીબેન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. તથા આભારવિધિ ભારતીબેન ગોંડલીયા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજનની ભૂમિકા સી.આર.સી ડોક્ટર કિશોરભાઈ શેલડીયા એ વહન કરી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed