ત
ારિખ 17 ઓગષ્ટ નાં રોજ સવારે ગામ કણજી સ્થળે વૃક્ષા રોપણ નાં કાર્યક્ર્મ અંતર્ગત જેમાં એક વૃક્ષ જમીન સંચય કરે, ધોવાણ અટકાવે છે, પાણી નો સંગ્રહ માં મદદ કરે છે, ગ્રામ્ય નદીઓને જીવંત રાખે છે, સારું ઓક્સિજન આપે છે, જેવા અન્ય વિશેષ લાભો થાય તે હેતસર “નર્મદા નદીનાં તટ વિસ્તાર નાં ગામો માં વધું માં વધું વૃક્ષો નું વાવેતર થાય તેવાં શુભ સંકલ્પ સાથે “નર્મદા મિશન” હેઠળ નેચરલ વીલેજ ગ્રૂપ – નર્મદાનાં અઘ્યક્ષ ભરત એસ તડવી(NVG), પુર્વ માન.રાજ્ય સભા સાંસદશ્રી ભરતસિંહ પરમાર, રેટાઈર્ડ આરએફઓ અનિરુદ્ધ ગોહિલ, ગામના આગેવાન શ્રી સોમાભાઇ તડવી, ઉબદિયાભાઈ વસાવા, અમિરભાઈ વસાવા, સંચુંભાઈ તડવી, રૂપાભાઈ તેમજ સમસ્ત કણજી ગ્રામ્ય, વન અધિકાર સમિતિ – કણજી, વન વિભાગ કણજી, વાંદરી, માંથાસાર બીટ નાં વન કર્મચારીગણ દ્વારા દરેક સહિયારા પ્રયાસથી વન વિભાગ ક્ષેત્ર માં 1700 જેટલાં વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યુ જેમાં વધું સીતાફળ જેવા ફળાઉ રોપાઓનું વધું વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ જેથી સ્થાનિક ગ્રામ્ય લોકોમાં આર્થિક રોજગાર માં ઉપયોગી બની શકે. ભરતસિંહ પરમારજી એ જણાવ્યું કે ભવિષ્ય માં કોઇ પણ નદી, ફળદ્રુપ જમીન, પાણી, હવા , તેમજ જંગલ ને બચાવવા માટે એકજ ઉપાઈ છે વધું વૃક્ષો નું રોપણ સૌ ગ્રામ જનો એની 3 વર્ષ સુઘી માવજાત કરે એવુ વિશેષ માર્ગદર્શન પુરું પાડ્યું અને કાર્યક્ર્મ બાદ સ્વરુચિ ભોજન પ્રસાદ લઈ કાર્યક્ર્મ પૂર્ણ કરવમાં આવ્યો હતો.