December 17, 2024

સોનગઢ તાલુકાની ગુંણસદા ગામની  જે કે પેપરમિલ દ્વારા તાપી નદી માં કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠાલવતા ગુજરાત પોલ્યુશણ બોર્ડ  દ્વારા નોટિસ ફાટકરાઈ.

Share to

જાગૃત નાગરિક આશિષ ચૌધરીએ કરેલી અરજી બાદ ગુજરાત પોલ્યુશણ બોર્ડ વિભાગે 33 એની નોટીસ ફટકારાઈ.. પર્યાવરણીય સંભદિતપત્ર અને અન્ય જરૂરી પરવાનગીઓની અવગણના કરી કેમિકલ યુક્ત ગંદુ પાણી તાપી નદીમાં
ઠાલવામાં આવતું હતું……

.*દૂરદર્શી ન્યૂઝ સોનગઢ તાપી.*

તાપી જિલ્લામાં આવેલા સોનગઢ ગુંણસદા ની જે.કે. પેપરમિલ લિમિટેડ દ્વારા વિવિધ પર્યાવરણીય કાયદાઓના ઉલ્લંઘનની ગંભીર બાબત સામે આવી છે. આ પેપરમિલ દ્વારા કાનૂની નિયમોનું ઉલ્લંઘન કરીને, કેમિકલયુક્ત ગંદા પાણીને સીધું તાપી નદીમાં છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જે સ્થાનિક પર્યાવરણ માટે ખતરનાક છે. આ અંગે સરકારના વિવિધ વિભાગોમાં ફરિયાદ નોંધાવાઈ છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કંપનીને નોટિસ ફટકારી છે.
આ પેપરમિલ પર જાગૃત નાગરિક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તાપી નદીનું પાણી આસપાસના વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે, તેમા કેમિકલયુક્ત ગંદા
પર્યાવરણીય સંમતિપત્રક અને અન્ય જરૂરી પરવાનગીઓની અવગણના કરીને, પેપરમિલ સ્થાનિક પર્યાવરણને હાનિ પહોંચાડી રહી છે
પાણીની યોગ્ય રીતે પ્રક્રિયા કર્યા વિના, સીધુ તાપી નદીમાં છોડવામાં આવે છે. આ કારણે તાપી નદીનું પાણી પ્રદૂષિત થાય છે. પર્યાવરણીય સંમતિપત્રક અને અન્ય જરૂરી પરવાનગીઓની અવગણના કરીને,પેપરમિલ સ્થાનિક પર્યાવરણને હાનિ પહોંચાડી રહી છે. આ ઉપરાંત, પેપરમિલે ગેરકાયદેસર રીતે ઘન કચરાનું ડમ્પિંગ કરીને જમીન અને ભૂગર્ભ જળના પ્રદૂષણનું જોખમ ઊભું કર્યું છે. મુદ્દે સ્થાનિક જાગૃત નાગરિક આશિષ ગજેન્દ્રભાઈ ચૌધરીએ કેન્દ્ર અને રાજ્ય સ્તરે અનેક વિભાગોમાં ફરિયાદ કરી છે, જેને ધ્યાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પેપરમિલને કલમ ૩૩-એ હેઠળ નોટિસ ફટકારી છે. જો કંપની આ નોટિસનું પાલન નહીં કરે તો, આ બાબતમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે પેપરમિલ લિમિટેડ કઈ રીતે પ્રતિસાદ આપે છે.


Share to

You may have missed