સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
સંસ્કૃત ભારતી, જુનાગઢ અને
શ્રી વલ્લભાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભેસાણ દ્વારા ભેસાણ સહિત જુનાગઢ ની 12 સંસ્થાઓમાં
સંસ્કૃત સપ્તાહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવશે
સંસ્કૃત ભારતી એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના 37 દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસને સંસ્કૃત દિન તરીકે ઓળખવામાં આવે છે અને તેના ત્રણ દિવસ આગળ અને ત્રણ દિવસ પાછળ એમ કુલ સાત દિવસ સંસ્કૃત સપ્તાહની ઉજવણી ભારત ભરના તમામ જિલ્લાઓમાં કરવામાં આવે છે.આગામી તારીખ 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ નિમિત્તે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સંસ્કૃત ભારતી,જુનાગઢ અને શ્રી વલ્લભાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ ભેસાણ તથા શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે ભેસાણ સહિત જુનાગઢ જિલ્લાની 12 સંસ્થાઓ જેમ કે માં અમર શૈક્ષણિક સંકુલ-ભેસાણ,માધવ શૈક્ષણિક સંકુલ-ભેસાણ, ડ્રીમલેન્ડ શૈક્ષણિક સંકુલ-ભેસાણ,સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ-બરવાળા, રોયલ સ્કૂલ- ભેસાણ, ભગવતી કન્યા વિદ્યાલય- ભેસાણ, ચણાકા પ્લોટ પે.સેન્ટર-ભેસાણ ,સરકારી વિનયન કોલેજ- ભેસાણ, શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કુલ-જુનાગઢ, શ્રીમતી આર. જે. કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ-જૂનાગઢ, ખંભાળિયા પ્રાથમિક શાળા અને અલ્ટ્રા સ્કૂલ-કેશોદ માં સંસ્કૃત સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવશે.
આ સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં 12 સંસ્થાઓના આશરે 6,000 થી વધારે વિદ્યાર્થીઓ અને લોકો સંસ્કૃત અને સંસ્કૃતિથી તેમજ ભારતીય જ્ઞાન પરંપરાથી પરિચિત થશે. આ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગીત ગાન સ્પર્ધા, સંસ્કૃત રેલી, સ્તોત્ર ગાન સ્પર્ધા, શ્લોક ગાન સ્પર્ધા, સંવાદ ,નાટક, કથા કથન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજાશે. તો વળી, દાનીરાઈજી આચાર્ય ગૃહના આચાર્યશ્રી પરમ પૂજ્ય વ્રજેન્દ્રકુમારજી, ડો. મૌલિક કેલૈયા, ડો. પી. વી. બારસીયા, વિશ્વવિખ્યાત કથાકાર વિપુલભાઈ વેગડા આદિ વિવિધ મહાનુભાવોના વક્તવ્યથી ભારતીય જ્ઞાનપરાથી અવગત કરાવવામાં આવશે.
આ સંસ્કૃત સપ્તાહને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો. કિશોરભાઈ શેલડીયા, શ્રી વલ્લભાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી પરસોત્તમભાઈ કોઠીયા તેમજ સંચાલક શ્રી પ્રિતેશભાઈ કોઠીયા, શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી ભાવિનભાઈ ઉસદડ અને આ સંસ્કૃત સપ્તાહને સફળ બનાવવા તમામ સંયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. એવું અખબારી યાદીમાં ડો. કિશોરભાઈ સેલાડીયાએ જણાવ્યું હતું.
ડો. કિશોર શેલડીયા
પ્રાંત પ્રચાર પ્રમુખ
સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ