October 30, 2024

રાજપારડી સ્થિત ડી.પી. શાહ વિદ્યા મંદિર ખાતે  તારીખ 25 ને રવિવાર ના”મફત કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડી.પી. શાહ વિદ્યા મંદિર ખાતે દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમલ્લા આયોજીત “મફત કેન્સર નિદાન કેમ્પ તારીખ ૨૫/૦૮/૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુઘી ભરત કેન્સર હોસ્પીટલ,સુરતનાં સૌજન્યથી યોજાશે જેમાં અનુભવી ડૉકટર્સ ની ટીમ દ્વારા નિદાન કરી તપાસી યોગ્ય દવા તથા સલાહ સુચન આપવામાં આવશે. આ કેમ્પ નો લાભ જરૂરત મંદ દર્દીઓને લેવા અનુરોધ કરવામાં આવે છે કેન્સરનાં ભયજનક લક્ષણો સતત બેસી ગયેલો અવાજ,તલ કે મસાનાં કદમાં અસામાન્ય ફેરફાર,શરીરનાં કોઇ પણ ભાગમાં ગાંઠ,લાંબા સમયથી ન રૂંઝાતુ ચાંદુ,લાંબા સમયની ખાંસીનાં પ્રકારમાં આવતો ફેરફાર,સ્તન અથવા નીપલનાં આકારમાં ફેરફાર થવો,ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ,યોનીમાંથી પડતું

દુર્ગંધવાળુપ્રવાહી ,ઝાડા-પેશાબની હાજમાં અસામાન્ય ફેરફાર, શરીરનાં કોઇ પણ ભાગમાંથી અસામાન્ય પણે પડતું લોહી. જેવા લક્ષણો જણાતા દર્દી એ ચેક કરાવી લેવા આપીલ કરવામાં આવી છે .દર્દીઓએ પોતાનું નામ આ મોબાઈલ નં. ૯૮૨૫૦૩૦૪૬૩ ને નોઘાવા વિનંતી. સરકાર દ્વારા માન્ય આયુષ્માન કાર્ડ માટે માન્યતા પ્રાપ્ત હોસ્પીટલ. આ કેમ્પમાં મેડીકલ ઓન્કોલોજીસ્ટ, ઓન્કોસર્જન દ્વારા નિઃશુલ્ક કન્સલટેશન અને ચેક-અપ કરવામાં આવશે.


Share to

You may have missed