September 7, 2024

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખાતે આવેલ તુમડાવાડી ગામ કે જ્યાં તંત્ર ના પાવન પગલાં ની રાહ જોતા ગ્રામજનોએ જાતે શ્રમ કરી રસ્તો બનાવ્યો

Share to

પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન અહીંનો રસ્તો ધોવાણ થતો હોવા છતાં તંત્ર દ્વારા તેનો કાયમી ધોરણે ઉકેલ ક્યારે ?

સાગબારા તારીખ 06/,080,24

નર્મદા જિલ્લામાં આવેલું ડેડીયાપાડા તાલુકાનું એક એવું ગામ કે જયાં જવા માટે નો રસ્તો દર ચોમાસા દરમ્યાન ધોવાણ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા ના છૂટકે લોકોએ જાતે શ્રમદાન કરીને રસ્તો બનાવવા મજબુર બનવું પડ્યું છે.
ચોમાસા દરમિયાન આ એક એવું ગામ છે કે જયાં જવા માટે રસ્તો જ રહેતો નથી, જંગલો વચ્ચે આવેલ ડેડીયાપાડા તાલુકાનું તુમડાવાડી ગામ કે જેનો રસ્તો પ્રતિવર્ષ ભારે વરસાદ વરસતો હોવાના કારણે ધોવાણ થઈ જતો હોય છે. જે સમસ્યાનો કોઈ કાયમી ધોરણે ઉકેલ આવે તે માટે ગ્રામજનો અનેક વખત તંત્ર ને લેખિત ,મૌખિક તેમજ ધરણાં પ્રદર્શન કરીને અનેક વખત નીચેથી લઈને ઉપલા અધિકારીઓ સુધી રજૂઆતો કરીને ચુક્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે તેઓ થાકી ગયા છતાં છે.દર વર્ષની જેમ આ રસ્તાની સમસ્યાથી આ વર્ષે પણ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,છેવટે તમામ પ્રયાસો કર્યા બાદ ગામલોકો દ્વારા શ્રમ કરીને કામ ચલાઉ રસ્તો બનાવવા મજબુર બન્યા છે.
ત્યારે વિકાસની વાતો અને ગુજરાત મોડેલના બણગાં ફૂંકતી સરકાર ગરીબ આદિવાસી લોકોની અપેક્ષા અને આશા ક્યારે સંતોષશે ? તંત્ર આ બાબતે જાગી ને ગરીબ આદિવાસી ખેડૂતો ની વાત ધ્યાને રાખીને યોગ્ય ઘટતું કરશે કે કેમ ? કામ ચલાઉ રસ્તાની જગ્યાએ કાયમી ધોરણે પાકો રસ્તાની સુવિધા ક્યારે ઉપલબ્ધ કરાવશે ?

તુમડાવાડી ગામમા મોટેભાગે ગોવાળિયા અને કોટવાળીયા સમાજના લોકોની વસ્તી

ચારેકોર ગીચ જંગલોથી ઘેરાયેલા તુમડાવાડી ગામમા મુખ્યત્વે ગોવાળિયા અને કોટવાળીયા સમાજના લોકો વસવાટ કરે છે, જેઓ દ્વારા ગંગાપુર ગ્રામ પંચાયત માં આવતું હોય ત્યાં થી માંડીને રાજપીપલા,ગાંધીનગર સુધી અનેક વખત પાયાની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ સરકાર દ્વારા કરવામાં આવે તે માટે લેખિત રજૂઆતો કરી છે.

..

ગંગાપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીનો ઉડાઉ જવાબ….ફોરેસ્ટ વિસ્તારમાં આવેલ ઉજ્જડ ગામ હોય તમામ કાર્યવાહી ફોરેસ્ટ વિભગ જોડે કરવી

તુમડાવાડી ગામના મનજીભાઈ જાહગાભાઈ ગોવાળિયા દ્વારા ગંગાપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને ગામની પાયાની મૂળભૂત જરૂરિયાતો બાબતે લેખિત ફરિયાદ કરી હતી જેમાં તેઓને તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તુમડાવાડી ગામ હાલ સરકારના રેકર્ડ મુજબ ઉજ્જડ ગામ જણાય છે.સાથે સાથે આ ગામ ફોરેસ્ટ એરિયામાં આવતું હોય તમારા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ ફોરેસ્ટ વિભાગ ને લાગુ પડતા હોય જેથી કોઇપણ પ્રકારની કાર્યવાહી ફોરેસ્ટ વિભાગ સાથે કરવી જેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો.


Share to

You may have missed