December 18, 2024

*અબડાસા સરપંચ સંગઠન દ્વારા નાયબ કલેકટર શ્રી મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ નલિયા પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.*

Share to

*લોકેશન.નલિયા*


*જેમાં મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ડાભી વિનેક કિશોરભાઈ ગત તારીખ 12 /7/2024 ના રોજ નલિયા મુકામે પંચાતના કામકાજ માટે મામલતદાર ઓફિસમાં રોકાયેલા હતા તે દરમિયાન મોથાળા થી પેથાપર ગામના રહેવાસી ધનુભા સોઢા નો કોલ આવેલ કામમાં વ્યસ્ત હોતા કોલ ઉપાડેલ નહીં એ બાદ કોલ કરેલ અને ફોનમાં મોથાળા સરપંચ વિનેક ડાભી અને ધનુભા સોઢાની વચ્ચે વાતચીત ચાલુ હતી અને અચાનક હાલ મોથાળા રહેતા ભટ્ટ દયારામ ઉર્ફે દિનેશ ગૌરીશંકર અબોટી એ ધનુભા પાસેથી ફોન જુઠવી લઈ અને મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચને બીભત્સ ગાળો આપી અને ધમકી આપેલ એ સંબંધે નલિયા પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધેલ છે તેનો અને તેના ખોટા કામો કરી આપેલ નહીં તેનો રાગદ્વેશ રાખી રોજ તારીખ 5/8/2024 ના રોજ ભટ્ટ દયારામ ઉર્ફે દિનેશ અબોટી ગૌરીશંકર ખોટી હકીકત વાળી અને બનાવટી પુરાવા ઊભા કરીને મોથાળા જુથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક કે ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. તે ખોટી હકીકત વાળી ફરિયાદ મુજબનો કોઈ બનાવ બનેલ નથી જેથી કાયદાની જોગવાઈ મુજબ આ કામે કોઈ ગુનો બનતો નથી.*

*કાયદાની જોગવાઈ મુજબ સરપંચ એ રાજ્ય સેવક ની વ્યાખ્યામાં આવે છે. તેના સામે ફરિયાદ કરતા પહેલા સંબંધિત ઓથોરિટીની પરવાનગી લેવાની હોય છે. સરપંચ ગામનું પ્રથમ નાગરિક છે અને વિનંતી છે.*


*ગામનું પ્રથમ નાગરિક છે બરોબર એના પાછળ કોઈ સરપંચ વિરુદ્ધ ફરિયાદ આપે તો તેની તટસ્થ તપાસ કરવામાં આવે એ બાદ જે ફરિયાદ નોંધવામાં આવે મોથાળા સરપંચ ઉપર થયેલ ખોટી ફરિયાદ કરવામાં આવે અને અન્ય સરપંચોને કોઈ ભાગ ધમકી ના બનાવો. ન બને જેથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.*


*જેમાં અબડાસા સરપંચગઠનના પ્રમુખ પરેશ સિંહ જાડેજા… મહામંત્રી શ્રી કાનજીભાઈ ગંઢેર… ઉપપ્રમુખ શ્રી સજ્જનસિંહ જાડેજા… ઉપપ્રમુખ શ્રી જયવીર સિંહ જાડેજા… ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ કોલી… મહેન્દ્ર સિંહ જાડેજા મહામંત્રી શ્રી જિલ્લા સરપંચ સંગઠન….ગોપાલભાઈ ગઢવી સિંધોડી સરપંચ તેમજ બહોળી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed