September 7, 2024

સાગબારા જુની આર.ટી.ઓ. ઓફીસ નજીક બાઈક સ્લીપ થતાં રોડના ખાડાએ એક ઈસમનું મોત

Share to

નર્મદા તા. ૬ નર્મદા જિલ્લાના હેલો સાગબારા ખાતે બાઈક સ્લીપ થતાં એક ઈસમનું મોત થયું હતું જ્યારે એક ને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લઈ જવાયો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રમોદ યુવરાજ વાનખેડે (પાટીલ) હાલ રહે.ફ્લેટ નંબર-૧૦ બીલ્ડીંગ-બી શાંતિ પ્લાઝા વડગાંવ તા.હવેલી જી.પુણે (મહારાષ્ટ્ર) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ બાઈક ચાલક લક્ષ્મણ જગન્નાથ ઠાકરે રહે.કાવઠી તા.જી.ધુલે (મહારાષ્ટ્ર) મરનાર યુવરાજ આત્મારામ પાટીલ ઉ.વ.૫૫ નાઓ સાથે તેમની મોટર સાઈકલ નંબર MH-18-BF-6446 ઉપર બેસીને અંકલેશ્વર ખાતેથી તેમના વતન લોનપંચમ તા. અમલનેર જીલ્લો જલગાંવ (મહારાષ્ટ્ર) ખાતે જતા હતા તે વખતે સાગબારા ગામ નજીક જુની આર.ટી.ઓ.ઓફીસ નજીક તેમની મોટર સાઈકલ પુરઝડપે હંકારી લઈ જઇ તેમની મોટર સાઈકલ રોડ ઉપર આવેલ ખાડામાં સ્લીપ ખાઈ જમીન ઉપર નીચે પડી જતા લક્ષ્મણ જગન્નાથ ઠાકરે એ
પોતાને ડાબા હાથના ખભા પાસે ફેક્ચરની ઈજા પહોંચાડી તથા મોટર સાઈકલ પાછળ બેઠેલ મરનાર યુવરાજ આત્મારામ પાટીલ નાઓને માથામાં પાછળના ભાગે જમણી બાજુ ગંભીર ઇજા પહોંચાડી તથા જમણાં હાથે કાંડા પાસે તથા ડાબા હાથે પંજામાં ચામડી ફાટી જતા લોહી નીકળતા તેમને પ્રથમ સારવાર સાગબારા સરકારી દવાખાનામા કરાવી વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લઈ જતા હતા તે વખતે ખામર ગામ નજીક સારવાર દરમ્યાન મોત નીપજાવતા સાગબારા પોલીસે બાઈક ચાલક લક્ષ્મણ જગન્નાથ ઠાકરે વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.


Share to

You may have missed