DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નારી વંદન ઉત્સવ ૨૦૨૪ : મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની અનોખી પહેલ

Share to

રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

રાજપીપલા નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન પટેલ અને નાંદોદ પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાની ઉપસ્થિતિમાં શિક્ષણ-રમતક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારી નર્મદાની દીકરીઓને સન્માનિત કરાયા રાજપીપલા, શનિવાર :- ‘નારી વંદન ઉત્સવ’ ની રાજ્યવ્યાપી સાપ્તાહિક ઉજવણીના બીજા દિવસે તા.૦૨ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ અને નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં નવદુર્ગા હાઈસ્કુલ રાજપીપલા ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ થીમ આધારિત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની પ્રત્યેક દીકરી અભ્યાસ પ્રત્યે રુચિ કેળવે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સહભાગીદારી નોંધાવે તે માટે શુભેચ્છાઓ પાઠવ્યાં હતા. ઉપરાંત, મહિલા – દીકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્રારા શરૂ કરાયેલી આ ‘નારી વંદન ઉત્સવ’ પહેલની સરાહના કરી હતી.

નર્મદા જિલ્લાની દીકરીઓ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે સશક્ત બને અને પોતાના અધિકારો વિશે જાગૃત થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી જે.બી.પરમાર અને જિલ્લા બાળ વિકાસ એકમના પ્રતિનિધિશ્રી દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને વ્હાલી દીકરી સહિતની યોજનાકિય માહિતી અને લાભોથી દીકરીઓને સમજણ પુરી પાડવામાં હતી.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ અને નાંદોદ પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે શિક્ષણ અને રમતક્ષેત્રે પોતાની પ્રતિભાથી નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત કરતી દીકરીઓને “બેટી બચાવો, બેટી પઢાઓ” સ્લોગન કેપ, શિલ્ડ, ટ્રોફી, ટી શર્ટ, દિકરી વધામણા કીટ, બીબીબીપી મગ સહિત અભ્યાસ કીટ આપીને સન્માનિત કર્યું હતું. ઉપરાંત, વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમ એનાયત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ, શાળાના આચાર્યશ્રી, બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી મોસમબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મયોગીશ્રી મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર શ્રી હિરલબેન વસાવા અને દિપિકાબેન ચૌધરી, ૧૮૧ અભયમના કાઉન્સલર શ્રી જીગીશાબેન ગામીત, “SHE ટીમ” અને સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિઓ સહિત દીકરીઓએ ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી.


Share to

You may have missed