DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નર્મદા જિલ્લામાં આર્મી (અગ્નીવીર) અને સંરક્ષણ ભરતી માટેના ઉમેદવારોને ૩૦ દિવસની વિના મૂલ્યે તાલીમ અપાશે

Share to

રાજપીપલા, શનિવાર : આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ અમદાવાદ દ્વારા દર વર્ષે નોટીફીકેશન આપીને અગ્નીવીરની રેલી યોજવામાં આવે છે, નવા નિયમો મુજબ આર્મી (અગ્નીવીર) તરીકે પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેખીત પરીક્ષા યોજવામાં આવે છે, ત્યાર બાદ ફીઝીકલ ગ્રાઉન્ડ પરીક્ષા લેવામાં આવે છે. તેના બાદમાં મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન કરીને ફાઈનલ સિલેકશન કરવામાં આવે છે.

અગ્નિવીર ભરતીમાં નર્મદા જિલ્લાના ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી, નર્મદા(રાજપીપલા) દ્વારા ૬૦ તાલીમાર્થીઓને ૨૪૦ કલાકની એટલે કે ૩૦ દિવસની વિના મુલ્યે શારીરિક અને બૌધ્ધિક કસોટી અંગે નિવાસી તાલીમ યોજાનાર છે. આ તાલીમમાં જોડાવા માટે ધો. ૧૦માં ૪૫% થી વધુ હોય તેમજ ૧૭.૫ થી ૨૦ વર્ષની ઉંમર, ૧૬૮ સે.મી.થી વધુ ઊંચાઈ અને ૫૦ કિ.ગ્રા. વજન તથા ૭૭ સે.મી.થી વધુ છાતી ધરાવતાં અપરિણીત પુરુષ ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નર્મદા(રાજપીપલા)નો રૂબરૂ સંપર્ક કરીને તાલીમ માટે તા.૩૧.૦૮.૨૦૨૪ સુધી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નર્મદા(રાજપીપલા)ને નિયત નમૂનામાં અરજી કરવા તેમજ વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, રાજપીપલાનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી નર્મદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share to

You may have missed