November 27, 2024

રાજપીપલા ટાઉનહોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

Share to

નર્મદા જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી

મહિલાઓના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે મહાનુભાવો દ્વારા માર્ગદર્શિત કરાયા

બહેનોને આર્થિક પગભર બનાવવા માટે સ્વરોજગાર મેળો યોજાયો

રાજપીપલા, શનિવાર :- નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ ની રાજ્યવ્યાપી સાપ્તાહિક ઉજવણીને અનુલક્ષીને ત્રીજા દિવસે “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો આશય સમાજની મહિલા-દીકરીઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવીને સ્વનિર્ભર બનાવવાનો હતો. આ તકે મહિલા સ્વરોજગાર મેળાનું પણ આયોજન કરાયું હતું.

નારી વંદન ઉત્સવની ઉજવણી પ્રસંગે વિવિધ થીમ પર યોજાઈ રહેલા કાર્યક્રમોનો મુખ્ય આશય સમાજની પ્રત્યેક મહિલા-દીકરીને સશક્તિ કરવાનો છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી છે. કાર્યક્રમમાં જિલ્લાની મહિલા-દીકરીઓ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે મજબુત બને તેમજ તેઓને કાયદાકીય બાબતો, પોતાના અધિકારો અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને વ્હાલી દીકરી યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની સરકારશ્રીની અનેકવિધ યોજનાઓની માહિતી અને લાભો વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી.

મહિલા ઉત્કર્ષને કેન્દ્રસ્થાને રાખીને નર્મદા જિલ્લાની બહેનોને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે તા. ૦૩ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ કાર્યક્રમ સ્થળે આયોજિત મહિલા સ્વરોજગાર મેળામાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં મહિલા સ્વાવલંબન માટે ગૃહ ઉદ્યોગો તેમજ અન્ય રોજગારની તકો અંગે વક્તાઓ દ્વારા સમજ પુરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જે.બી.પરમાર, લીડ બેન્ક મેનેજર શ્રી સિન્હા, ડીઆરડીએ અને રોજગાર વિભાગના પ્રતિનિધિઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મયોગીઓ, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર શ્રી હિરલબેન વસાવા અને દિપિકાબેન ચૌધરી, ૧૮૧ ટીમ અભયમના કાઉન્સલર, પોલીસ વિભાગની શી ટીમ અને સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિઓ સહિત મહિલાઓએ ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી.


Share to

You may have missed