December 22, 2024

ઝગડીયા તાલુકાના સિલિકા ના પ્લાન્ટ થી સાંકડીયા ગામના લોકો ત્રાહિમામ… ઓવરલોડ વાહનોથી ગામ લોકોના પીવાના પાણીની લાઈન સહિત રોડ રસ્તા તૂટ્યા..

Share to

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી GMDC રોડને જોડતા સાકળીયા ગામના રસ્તા ઉપર થી સિલીકાના પ્લાન્ટ માંથી નીકળતી ઓવર લોડ ગાડીઓ ની અવરજ્વર થી રસ્તો ખરાબ થવા થી ગાડીઓ બંધ કરવાની માંગ સાથે ઝઘડીયા મામલદાર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના સાંકડીયા ગામના લોકો એ આજરોજ મામલતદાર ને આપેલ આવેદન મા જણાવ્યા મુજબ સાકળીયા ગામમા બે સિલીકાના વોશીંગ પ્લાન્ટ આવેલા છે, તે પ્લાન્ટની દરરોજ ઓવરલોડ ગાડીઓ સાકળીયા ગામના રસ્તા પરથી પસાર થાય છે જેના કારણે ગામનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમા થઇ જવા પામ્યો છે, દરરોજ સિલિકા પ્લાન્ટ ના હાયવા ટ્રક તેમજ અન્ય વાહનો ના અવરજાવર થી કાદવ કીચડનું સામ્રાજય થઇ ગયુ છે. શાળા એ જતા બાળકોને મજબુરીમા કાદવ કીચડ માથી પસાર થવુ પડે છે જેના કારણે તેઓ ના કપડાં પણ બગડી જતા હોઈ છે ગામના લોકો બાઇક લઇને બાળકોને સ્કુલે છોડવા જતા કાદવ કીચડ ના કારણે ઘણી વાર નીચે પટકાયા છે.તદ ઉપરાંત ઓવર લોડ ભારદારી ગાડીઓને કારણે ગ્રામજનો ના પીવાના પાણીની પાઈપ વારંવાર તુટી જાય છે, મોટા ખાડા અને ગટરો જેવા રસ્તો થવાથી ગ્રામજનો એ પોતાનુ વાહન ઘરે પાર્કીંગ કરી શક્તા નથી વાહનો ને ઘરથી દુર મુકવુ પડે છે જેથી તેઓને પોતાનું વાહન ચોરી થવાની ચીતા પણ સતાવી રહી છે ગ્રામ જનો નું કેહવું છે કે સિલીકા પ્લાન્ટના માલીકોના ખીસ્સા ભરવાના ચક્કરમાં સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે , જેથી તાલુકા વહીવટી તંત્ર સિલીકાની ગાડીઓ ગામમાથી અવારજ્વર બંધ કરાવે તેવી ગ્રામજનોએ આવેદનમાં માંગ કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકાના કેટલાક ગામોમાંથી અવારનવાર પથ્થર ની ખાણમાંથી નીકળતી તેમજ નર્મદાના કાંઠા વિસ્તારમાં આવેલ રેતીને લીઝોમાંથી રેતી ભરી નીકળતી ઓવરલોડ ટ્રકોના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની લાઈનો તેમજ રોડ રસ્તા બિસ્માર બની જવા પામ્યા છે જે બાબતે કેટલા ગ્રામજનો દ્વારા અસંખ્ય વખત લગતા વળગતા વિભાગ ને રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર આ બાબતે કોઈપણ નક્કર પગલા લેવામાં અસમર્થ રહ્યું છે જેથી આમ જનતા એ માત્ર હાલાકી વેઠવી પડી રહી છે..


Share to

You may have missed