September 7, 2024

સંસ્કૃતી સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ, ભરૂચ દ્વારા આજરોજ ગુંદિયા ગામની ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને સૂકોમેવો અને અન્ય ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.

Share to

ષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ અષાઢ મહિનાના સુદ અગિયારસથી નાની બાળાઓ માટે ગૌરી વ્રતના પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. વ્રત દરમ્યાન પાંચ દિવસ સુધી કન્યાઓ અનાજ અને મીઠું આરોગતા નથી. વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળની કામના કરે છે. વાલિયા તાલુકાના ગુંદિયા ગામની વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સેવાભાવી બહેનો દ્વારા સૂકોમેવો, વેફર, કોપરાના લાડુ, મીઠાઈઓ, ચોકલેટ, મહેંદીના કોન, લિપસ્ટિક, નેઇલ પોલિશ, નેકલેસ, કપડાં, પીનો, રબર વગેરે આપવામાં આવ્યું. જયારે વિધવા બહેનોને સાડીઓ અને બાળકોને નાસ્તો, કપડાં, ચોકલેટ આપવામાં આવ્યું હતું. તેમજ જે બહેનો ના લગ્ન થવાના હતા તેવી દીકરીઓને ચોલી સાડીઓ સેટ તથા મેકઅપ કીટ આપવામાં આવ્યું હતું. સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન ઉર્વીબેન ચુડાસમા દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, મીનાક્ષીબેન, નરગીશબેન, અરુણાબેન, પાયલબેન, રોશનીબેન, જયનાબેન , વર્ષાબેન, શીતલબેન, સીમાબેન, સંગીતાબેન અને દક્ષાબેનએ હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો.
શાળામાં આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા માટે ગુંદિયા સ્કૂલના આચાર્યશ્રી ગજેન્દ્રસિંહ રણા તેમજ સ્કુલના શિક્ષકશ્રી ભારતીબેન, રોહિણાબેન, સંધ્યાબેન, લીલાબેન, હેતલબેન, સુનિલભાઈ, ભિમસીંગભાઈ,વિરસીંગભાઈ અને વિપિનભાઈ તેમજ ગુંદિયા ગામના સેવાભાવી શ્રી રાજેશભાઈ વસાવા એ જરૂરી સહયોગ કર્યો હતો.


Share to

You may have missed