October 12, 2024

*બાગાયત ખાતાની ફળપાક માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકાયુ*

Share to

ભરૂચ – બુધવાર- બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય દ્વારા તાજેતરમાં રાજ્યમાં ફળપાકોનો વિસ્તાર વધે કે જેથી રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થાય અને રાજ્યના લોકોને ભવિષ્યમાં વધુને વધુ ફળપાકો પૂરતા મળી રહે તેવા ઉમદા હેતુથી “Grow More Fruit Crops” અભિયાન શરૂ કરેલ છે. જે અંતર્ગત, જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારો વધુને વધુ ફળપાકોનું વાવેતર કરતા થાય અને તે માટે નામદાર ગુજરાત સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે, આંબા– જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કેળ-ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ), કોમ્પ્રિહેન્સીવ ડેવલપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, વધુ ખેતીખર્ચ સિવાયના ફળપાકો, ફળપાકોના પ્લાન્ટીંગ મટીરીયલ માટે સહાય, ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતી, નાળિયેરીની ખેતી, સરગવાની ખેતી, પપૈયા વગેરે નો લાભ લઇ શકે તે હેતુથી આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લુ મૂકાયેલ છે. જે ખેડૂતમિત્રો ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪- ૨૫ દરમિયાન બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા હોય, તેઓએ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮.અ ની નકલ. આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને નેશનલાઇઝ બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સહાયનો લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ ઉપર જણાવેલ સાધનિક કાગળો સાથે દિન-૭માં નીચે જણાવેલ કચેરીમાં અચૂક જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી, ગુજરાત ગેસ કંપનીની સામે, સોન તલાવડા, ભોલાવ, ભરૂચ ફોન નં: ૦૨૬૪૨-૨૬૩૮૫૦ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to