વર્ષો વિતવા છતાં અંકલેશ્વર થી સરદાર પ્રતિમા ને જોડતા ફોર લેન માર્ગ ની દશા જેમ ની તેમ… પક્ષ,વિપક્ષ, અન્ય રાજનેતિક સામાજિક આગેવાનો પણ કેમ છે ચૂપ…?

Share to

ચૂંટણી પ્રચાર હોઈ ત્યારે વાયદા અને વચનો ચોમાસા મા બધા ભુલાઈ નહીં પણ ખાડાઓ મા ધોવાઈ જતા હોઈ તેમ આમ જનતા ને લાગી રહ્યું છે..

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS*

ઝગડીયા તાલુકામાં થી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફોર લેન હાઇવે ખાડા માર્ગ બની જતા વાહન ચાલકો ને દર વર્ષે હાલાકી ભોગવાનો વારો આવતો હોઈ છે કોન્ટ્રાકટર અને તંત્ર ના અંધેર વહીવટ ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ભરૂચ જિલ્લા ના માર્ગો ની હાલત ખુબ ખરાબ થઈ જવા પામી છે ચૂંટણી પ્રચાર હોઈ ત્યારે વાયદા અને વચનો ચોમાસા મા બધા ભુલાઈ નહીં પણ ખાડાઓ મા ધોવાઈ જતા હોઈ તેમ આમ જનતા ને લાગી રહ્યું છે..

અંકલેશ્વર થી રાજપીપલા થઈ સરદાર પ્રતિમા ને જોડતો માર્ગ ઘણા સમય થી વિકાસ ની ખરી અનુભૂતિ નહીં પરંતું વાસ્તવિકતા દેખાડી રહ્યો છે ભ્રસ્ટાચાર, અને કામ મા ગોકડગતિ,ગોબાચારી, થી લોકો ને કામો મા થતા કરોડો રૂપીયા નો વેડફાટ કેવી રીતે થાય છે તે લોકો ને જીવતો જાગતો દાખલો આપી રહ્યો છે મોટી મોટી વાતો કરતા નેતાઓ ના ભાષણો મા કેટલા સત્ય વચનો હોઈ છે તે પણ આ માર્ગ ને બનાવાની સાલ તારીખ અને વાર ને જોઈ તેનો અંદાજો લગાવી શકાય છે.. નવા માર્ગ ને બનાવતા કેવી રીતે કોન્ટ્રાકરો અને વચેટિયાઓ ના પેટ ભરવામાં આવે છે તે આમ જનતાને ક્યાંક ને ક્યાંક ખબર પડી રહી છે અને લોકો ના આમ જનતા ના ટેક્સ ના રૂપીયા ક્યાં કેવી રીતે તેનો ઉપયોગ થાય છે તે સ્પષ્ટ ખબર પડી રહી હોઈ તેમ લાગી રહ્યું છે..


અંકલેશ્વર થી ઝગડીયા તાલુકાના ઉમલ્લા ના તવડી સુધી નો માર્ગ બિસ્માર પરિસ્થિતિ માં થઈ જવા પામ્યો છે આ માર્ગ માં પડેલ મસમોટા ખાડા લોકો ની કમર થી લઈ વાહનો ના પણ અંજર પંજર ઢીલા કરી રહ્યો છે..વાહન ચાલકો ને પોતાનું વાહન ક્યાં ચલાવું તે ખબર નથી પડી રહી જ્યાં જોવો ત્યા માર્ગ માં ખાડા હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો કોન્ટ્રાક્ટર અને રોડ વિભાગ દ્વારા માર્ગ માં કોઈ જાત નું પેચીંગ વર્ક કરવામાં નહીં આવતા અને હલકું મટીરીયલ થી રોડ નું કામ કરવામાં આવતા માત્ર કલાક માંજ જેસે થે વેસી સ્થિતિ થઈ જતા માર્ગ માં વપરાતું મટીરીયલ ની ગુણવત્તા કેવી હશે તે જણાઈ આવે છે ચોમાસા અગાઉ રોડ પેચિંગ સહિત ની કામગીરી કરવાની હોઈ છે પરંતું તે હજુ સુધી થઈ નથી ત્યારે વર્ષો થી બની રહેલ ફોરલેન માર્ગ ની બાબતે રાજકારણીઓ અથવા તો આગેવાનો પણ આ બાબતે ચૂપકિદી સેવી બેસી રહ્યા હોઈ આ બાબતે કોઈ પણ બોલવા તૈયાર નથી હોતું જયારે સમાચાર પત્રો અને ટીવી ચેનલો માં આ બાબતે સમાચાર પ્રસિદ્ધ થાય ત્યારે અમુક નેતાઓ આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરી મૌન સેવી લેતા હોઈ છે પરંતું આ બાબત ને ગંભીર રીતે તંત્ર સમક્ષ ઠોસ રજૂઆત કરવામાં આવતી નથી જે બાબતે લોકો માં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે મુલદ થી ગોવાલી હોઈ કે પછી અંકલેશ્વર થી ઉમલ્લા સુધી નો માર્ગ અત્યંત બિસ્માર જોવા મળી રહ્યો છે ચૂંટણી સમય દરમિયાન લોકો ને અલગ અલગ રાજનેતોઓ વિકાસ ના લોલીપોપ આપતા આવ્યા છે અને જનતા ખોબા ભરી ભરી ને ચૂંટણીમાં વોટ પણ આપતી આવી છે પરંતું વિકાસ ની દ્રષ્ટિએ આદિવાસી વિસ્તાર અને ખનીજ ની સંપદાઓથી ભરપૂર એવા વિસ્તાર માં માત્ર સરકારી તેજોરી અને બે નંબરીઓ નેજ કમાણી કરી આપતા હોઈ તેમ કોઈ જ કંઈ બોલવા તૈયાર નથી બધાજ તંત્ર સામે નત્મસ્તક હોઈ તેમ આગેવાનો પણ હાલ જનતા ની પડખે ઉભા હોઈ તેમ દેખાતા નથી હોતા ત્યારે રોજ બરોજ આ પરેશાની ભોગવતી આમજનતા પણ મુંગા મોઢે બધુજ સહન કર્યા કરતી હોઈ છે ત્યારે હાલ રોડ રસ્તા માં થઈ રહેલ ભ્રસ્ટાચાર બાબતે કોઈ આવાજ ઉઠાવશે ખરું અને જો ઉઠાવશે તો તેનું કોઈ નિરાકરણ આવશે ખરું? તે જોવું રહશે….!


Share to