December 5, 2024

કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)” યોજના લાભ લેવા જિલ્લાના ખેડૂતોને  જોગ સંદેશ

Share to

ભરૂચ – ગુરુવાર – આઇ ખેડુત પોર્ટલ પર “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)” ઉપયોગ યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ ઘટક હેઠળ ઓનલાઇન અરજીઓ મેળવવા માટે તા. ૦૩ જુલાઇથી આઈ-ખેડુત પોર્ટલ શરૂ થશે.
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૪-૨૫ માટે “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)”નો ઉપયોગ યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ ઘટક હેઠળ અરજીઓ મેળવવાની થાય છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે આઇ-ખેડુત પોર્ટલ તારીખ ૦૩/૦૭/૨૦૨૪ના રોજથી રાજ્યના તમામ જિલ્લાઓ માટે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.


Share to

You may have missed