ચાલુ વર્ષ દરમિયાન નેત્રંગ તાલુકામાં સિઝનનો સૌથી વધુ ૩૨૫ મી.મી. વરસાદ જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૮૬ મી.મી. નોંધાયો
ભરૂચ – ગુરુવાર – ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૦૪લી જુલાઈ, ૨૦૨૪ને ગુરુવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧૪.૮૯ મી.મી.વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઇએ તો, ભરૂચ જિલ્લાના હાંસોટ ૪૯ મિ.મિ,ઝઘડિયા તાલુકામાં- ૦૪ મિ.મિ.,વાલિયા તાલુકામાં-૨૦ મિ.મિ., ભરૂચ તાલુકામાં ૧૦,અંકલેશ્વર તાલુકામાં ૦૨,નેત્રંગ તાલુકામાં ૪૯ મિ.મિ, વાગરા તાલુકામાં ૦૦ મિ.મિ, જંબુસર ૦૦ મિ.મિ., આમોદ ૦૦ મિમિ, મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ- ૧૪.૮૯ મીમી વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૩૨૫ મીમી નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૮૬ મી.મી. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
More Stories
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.
જૂનાગઢ ની કેશોદ ફેમિલી કોર્ટની 300 દિવસની સજા વોરન્ટ ની આરોપીને બજવણી કરી ધરપકડ કરી જેલમાં ધકેલથી જૂનાગઢ ની માળીયાહાટીના પોલીસ