December 22, 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી તા.7 જૂલાઈના રોજ અમદાવાદમાં યોજાનારી 147મી ભગવાન જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા માટે સમગ્ર આયોજન અને પોલીસતંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

Share to


ગૃહ રાજ્યમંત્રીશ્રી ઉપરાંત મુખ્ય સચિવશ્રી, પોલીસ મહાનિદેશકશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ભગવાનના દર્શન માટે લોકોને જર્જરિત-ભયજનક ઇમારતોનો સહારો લેતા અટકાવી તેમના જાનમાલની સલામતી સુનિશ્ચિત કરવા પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્રને ખાસ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે અન્ય સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ જનભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.


Share to

You may have missed