*તા.૨૪મી જુલાઈ ૨૦૨૪ ના રોજ તાલુકા-ગ્રામ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે*

Share to

*જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૫મી જુલાઈના રોજ યોજાશે*

*અરજદારોએ પોતાના પ્રશ્નો સંબંધિત કચેરીને ૧૦મી જૂન સુધીમાં નિયત નમૂનામાં મોકલવાના રહેશે*

ભરૂચ – બુધવાર- ૨૫મી જુલાઈના રોજ જિલ્લા સ્વાગત યોજાશે તથા ૨૪મી જુલાઈના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ-૧ ના અધિશ્રીઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે દર મહિનાની તા.૧૦ મી સુધીમાં અરજી મોકલી આપવી.
મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે. જુલાઈ-૨૦૨૪ માં તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ જિલ્લા સ્વાગત તથા તા.૨૪/૦૭/૨૦૨૪ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
૧ થી ૧૦ તારીખ સુધીમાં ઓનલાઈન https://swagat.gujarat.gov.in/cmog પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની રજુઆતો/ફરિયાદો/પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂ કરી શકે છે. અથવા કચેરીમાં રૂબરૂ/ટપાલમાં બે નકલમાં મોકલવાની રહેશે. જેમાં અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખી, અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર પોતાનો ટેલીફોન/મોબાઈલ નંબર લખી કરવી. પોસ્ટકાર્ડ કે આંતરપ્રદેશીય પત્રો પર અરજી કરવાની નથી. અરજદારે પોતાનો પ્રશ્ન જાતે રજુ કરવો. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહી. અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે. અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટ જણાવવાનું રહેશે.
અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરેલ હોય, પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજુ કરવાની રહેશે. કોર્ટને લગત, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો લેવામાં આવશે નહિ.
આ કાર્યક્રમના ભાગરૂપે ૨૪ મી જુલાઈના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી નેત્રંગ તાલુકામાં, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વાલીયા તાલુકામાં તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હાંસોટ તાલુકામાં મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
વધુમાં ભરૂચ(સીટી) તાલુકામાં પ્રાયોજના વહીવટદારશ્રી ભરૂચ, અંકલેશ્વર તાલુકામાં નાયબ કલેકટરશ્રી અંક્લેશ્વર, ભરૂચ(ગ્રામ્ય) તાલુકામાં જિલ્લા આયોજન અધિકારીશ્રી ભરૂચ, ઝઘડીયા તાલુકામાં નાયબ કલેકટરશ્રી ઝઘડિયા, આમોદ તાલુકામાં નાયબ કલેકટરશ્રી જંબુસર, વાગરા તાલુકામાં નાયબ કલેકટરશ્રી ભરૂચ, જંબુસર તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત), ભરૂચ હાજર રહેશે. તેમ કલેક્ટર કચેરી તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed