December 8, 2024

*શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ONGC  તથા હિ-ડાલ્કો ઇન્ડ.વી.વગેરે કંપનીના  સીએસઆર ફંડમાંથી પી.એમ.પોષણ યોજનામાં બાળકોને જમવાની ડિશોની ફાળવણી કરાઈ*

Share to

ભરૂચ – બુધવાર- ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તા.૨૬ જૂનથી ૨૮ જૂન ૨૦૨૪ સુધી કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન ONGC અંકલેશ્વર, હિન્ડાલ્કો ઈન્ડીયા લી., બીરલા કોપર દહેજ જેવી કંપનીઓએ કોર્પોરેટ સામાજિક જવાબદારી અંર્તગત અંકલેશ્વર, હાંસોટ આમોદ,વાગરા,વાલીયા,નેત્રંગ તાલુકાઓની પ્રાથમિક શાળાના બાળકોને પી.એમ.પોષણ યોજના અંર્તગત મધ્યાહન ભોજન માટે જમવા માટેની ડિશો પુરી પાડી હતી.
કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના હસ્તે વાગરા તાલુકાની પ્રા.શાળા કેશવાણ તથા અંકલેશ્વર તાલુકાની પ્રા.શાળા મોતાલી ખાતે જમવાની ડિશોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ય તાલુકાઓની શાળાઓમાં શાળાની મુલાકાતે આવેલા મહાનુભવોના હસ્તે જમવાની ડિશોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું.
ONGC અંકલેશ્વર દ્વારા CSR ફંટમાંથી પી.એમ. પોષણ યોજનાના બાળકોને જમવા માટે અંકલેશ્વર, હાંસોટ તથા આમોદ તાલુકાઓમાં કુલ ૯૬૮૧ ડિશોની ફાળવણી કરાઈ જ્યારે હિન્ડાલ્કો ઈન્ડીયા લી., બિરલા કોપર યુનિટ, દહેજ દ્વારા CSR ફંટમાંથી વાગરા, વાલિયા તથા નેત્રંગ તાલુકાને ૧૬૨૫૬ ડિશોની ફાળવણી કરાઈ હતી.
પી.એમ. પોષણ યોજના હેઠળ બાળકોને ભોજનની ડિશો આપવાની આ કામગીરીને જિલ્લા ક્લેક્ટરશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી. જ્યારે કમિશ્નરશ્રી, પી.એમ.પોષણ યોજના (ભધ્યાહ્ન ભોજન યોજના) તરફ થી પણ ભરૂચ જિલ્લાની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવાઈ છે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
****


Share to