પૂર્વ કચ્છમાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં જિલ્લા પોલીસ વડા દ્વારા કડક એકશન લેવાયા છે.. આ મામલામાં
કાર્યવાહી કરતા મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાયા છે. કચ્છ પોલીસવડા સાગર બાગમારે નીતા ચૌધરી સામે એક્શન લીધા છે.
બુટલેગરે તેની થાર કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો
કચ્છમાં ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા કચ્છ પોલીસ ગઈ હતી તે દરમિયાન બુટલેગરે તેની થાર કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
બુટલેગરની કારમાં હતા સીઆઈડી ક્રાઈમના મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી
આ સમગ્ર ઘટનામાં બુટલેગરની કારમાંથી સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી પણ મળી આવી હતી,પોલીસે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો
આ ઘટના બાદ એ સવાલ ઉઠ્યા હતા કે શા માટે પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગરની સાથે તેની કારમાં હતા .. બુટલેગર અને નીતા ચૌધરી વચ્ચે શું સંબંધ છે ?