રાજપીપળામાં હિટ એન્ડ રનની ઘટના મા દંપતી નું મૌત

Share to*ફરાર કાર ચાલકને રાજપીપળા પોલીસે CCTV આધારે ઝડપી પાડ્યો*

ઈકરામ મલેક રાજપીપળા નર્મદા


રાજપીપળા કાળિયા ભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડ ની બાજુમાં તરબૂચ વેચતા દેવીપૂજક પરિવારના દંપતી 10 મે ની રાત્રે મંડપ પાસે સુતા હતા એ સમયે  કોઈ અજાણી ગાડી ના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંને ની મોત થયું છે.

મળતી માહિતી મુજબ રાજપીપળા ટેકરા ફળિયા, પ્રાથમિક શાળા નજીક માં રહેતા નગીનભાઇ કાલિદાસ દેવીપૂજક(૪૭) અને તેમના પત્ની જશીબેન નગીનભાઇ દેવીપૂજક (૪૩) નાઓ આખો દિવસ તરબૂચ વેચી જમી પરવારી ત્યાં તરબૂચ વેચવા બાંધેલા મંડપ પાસે સૂઈ ગયા બાદ આજે વહેલી સવારે કે મોડી રાત્રે કોઈક ફોર વ્હીલ ગાડી ના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંને નું ઘટના સ્થળે મોત નિપજતાં તેમના પરિવારજનો ત્યાં કલપાંત કરતા નજરે પડ્યા હતા,એક સાથે માતા પિતા ની છત્રછાયા ગુમાવી દેતા પરિવાર માં માતમ છવાયું હતું.

વહેલી સવારે જ્યારે આ ઘટના જાહેર થઈ ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, અને અકસ્માત કરનારની શોધખોળ શરૂ કરતા, MH 01 DX 7178 નંબર ની કાર ઓળખાય હતી, જેને પોલીસે શોધી કાઢી ચાલકને ઝડપી લીધો હતો.


Share to