ડેડીયાપાડામા બોગસ વોટિંગ નો અનોખો કિસ્સો સામે આવ્યો

Share toઈકરામ મલેક:રાજપીપળા

ભરૂચ લોકસભા 2024 ની ચુંટણી આજે તા. 7 મે ના રોજ યોજાઈ હતી. જેમાં સૂત્રો તરફ થી મળતી માહિતી પ્રમાણે દેડિયાપાડાની 10 જેટલી આંગણ વાડીની આશા વર્કર  બહેનો આજે મતદાન કરવા થી વંચિત રહી ગઈ હતી.

દેડિયાપાડાની 10 આશા વર્કર બહેનો જ્યારે મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી ત્યારે તેમને કહી દેવામાં આવ્યું હતું કે ” તમારો વોટ બે દિવસ પહેલાં વોટિંગ થઈ ગયું છે. મતદાન થઈ ગયું છે. એવો ઉત્તર આપવામાં આવ્યો હતો. આ સાંભળીને
આશા વર્કર બહેનો આશ્વર્ય માં પડી ગઈ હતી.

આથી તેમણે આ બાબતે  પ્રાંત અધિકારી અને જવાબદાર અધિકારીને જાણ કરી હતી તેઓ પણ કોઈ સંતોષકારક ઉકેલ મળ્યો ન હતો. ત્યારે મતદાન થી વંચિત આશા વર્કર બહેનોએ લેખિત કરી આ મામલે પોતાના મત અધિકાર બાબતે તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી હોવાનું જાણવા મળેલ છે.


Share to