જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાએ ડીસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લીધીઃ અધિકારી/કર્મચારીઓ ધ્વારા થઇ રહેલી કામગીરીની ચકાસણી કરી

Share to

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે તટસ્થ અને નિષ્પક્ષ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજજ

લોકશાહીના ચૂંટણી પર્વમાં અવશ્ય મતદાન કરવા અને કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાની મતદારોને અપીલ

 
ભરૂચ- સોમવારઃ- લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૭મી મે-૨૦૨૪ના રોજ સવારના ૭-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધી યોજાશે. લોકસભાની સામાન્ય ચૂંટણીના દિવસે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને તે ધ્વારા મુકત, ન્યાયી તથા તટસ્થા- પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે ત્યારે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં જિલ્લાના તમામ મતદારોને નિર્ભિકપણે ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ મતદાન કરવા અનુરોધ કરાયો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાએ જિલ્લાના મતદાન કેન્દ્રો માટેના ડીસ્પેચીંગ સેન્ટર કે.જે. પોલીટેકનીક કોલેજની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ મતદાન મથકો ખાતે રવાના થતી ટીમને માર્ગદર્શિત કરી ઈ.વી.એમ. ડિસ્પેચીંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું.
ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં કુલ ૧૩ ઉમેદવારો વચ્ચે થનારી ચૂંટણી સ્પર્ધા માટે ચૂંટણી તંત્ર ખૂબ જ જહેમત ઉઠાવીને મતદાનની વ્યવસ્થા કરી છે આ મહેનત સાર્થક થાય તે માટે પ્રત્યેક વ્યકિત લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં મતદાન કરે તેવી જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા અપીલ કરવામાં આવી છે.
               આ મુલાકાત દરમ્યાન ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર સુશ્રી સંદિપ કૌર, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી મહિપત ડોંડિયા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Share to