December 22, 2024

આંકડાનો જુગાર: નેત્રંગના રમણપુરાથી આંક ફરક આંકડાનો જુગાર ઝડપાયો, પોલીસે એક વ્યક્તિને અટકાયત કરી ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા

Share to



ભરૂચ  નેત્રંગ



નેત્રંગ પોલીસે રમણપુરા ગામમાં રેઇડ કરીને જુગારધામ ઝડપી પાડ્યું હતું..પોલીસે સ્થળ પરથી કુલ રૂ.27 હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો હતો.જ્યારે ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નેત્રંગ પોલીસે રમણપુરા ગામમાં રેઈડ કરી હતી નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ આર.આર. ગોહીલ અને તેમની ટીમે તેમના વિસ્તારમાં ચાલતી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા વોચમાં હતા. આ દરમ્યાન માહિતીના આધારે રમણપુરા ગામે રહેતો ભુપિન ઉર્ફે બીપીન રામાભાઇ નાળીયાભાઈ વસાવા નામનો ઈસમ તેના ઘરની પાછળના ભાગે આવેલી ખુલ્લી અડાળીના ભાગે બેસી આંક ફરકના આંકડા લખે છે. જેથી પોલીસે તે સ્થળ પર રેઇડ પાડતા ઉપરોકત નામનો વ્યક્તિ પકડાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી આંકડા ના રૂપિયા 17,260 અને બે મોબાઈલ રૂ.10 હજાર મળીને કુલ રૂ.27,260 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જ્યારે પોલીસે સુનિલ રસિકભાઇ વસાવા, રિનાબેન સુનિલભાઈ વસાવા રહે-કોસ્યાકોલા,નેત્રંગ,જીભાઇ ઓલીયાભાઈ વસાવા રહે-ચંદ્રવાણ, નેત્રંગ અને એક ગ્રાહેક જેનુ નામ ઠામ ખબર નથી આ ચારેયને વોન્ટેડ જાહેર કરીને આરોપી વિરુધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


Share to

You may have missed