તા. ૨૭/૦૪/૨૦૨૪
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા નાઓએ આગામી “લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪” યોજાનાર હોય અને જીલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા ડ્રગ્સ/ગાજાની ગેરકાયદેસરની પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વર નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઈસમોને તેના ગુનાખોરી અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જીલ્લામાં સુલેહભંગ તેમજ શાંતીનો ભંગ કરનારા ઈસમો ઉપર કડક હાથે કામ લઈ અસરકારક અટકાયતી પગલા લેવા આપેલ સૂચના આધારે
વાલીયા પોલીસ સ્ટેશનના જ્યુડીકેશનમાં વિદેશી દારૂ લાવી હેરાફેરી દરમ્યાન કુખ્યાત બુટલેગર” સામે ક્વોલેટી કેસો શોધી કાઢવામાં આવેલ અને તેઓ સામે આગામી લોકસભા સામાન્ય ચુટણી ૨૦૨૪ માં કાયદો અને વ્યવસ્થા તેમજ સુલેહભંગ થવાની શક્યતા રહેલ હોવાથી તેઓ સામે સખત અટકાયતી પગલા લેવા પાસા ધારા હેઠળ ” સામાવાળા સુનિલભાઈ 5/0 વિનોદભાઈ મણીલાલ વસાવા રહેવાસી ધારોલી પારડી કળીયુ તા ઝગડીયા જી.ભરૂચ નાઓને પાસા ધારા એકટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ” ખાતે મોકલવા તજવીજ કરેલ છે.