September 7, 2024

જુનાગઢ જીલ્લાના સાસણ માંથી બે ઇસમોને ચરસના જથ્થા સાથે પકડી પાડતી પોલીસ જુનાગઢ પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વાવેતર, કે વેંચાણ કરતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના હતી આરોપીઓ પાસેથી રૂ. ૪૪,૪૪૫/- ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

Share to



જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા.નશીલા પદાર્થોનું વાવેતર, સંગ્રહ કે વેંચાણ કરતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પોલીસ સબ ઇન્સ. એસ.એ.સોલંકી તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય

આજરોજ એસ.ઓ.જીના એ.એસ.આઇ. એમ.વી.કુવાડીયા તથા પો.હેડકોન્સ. એ.સી. વાંકનાઓને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે “સલીમ મહમદહુશેન પંજા તથા શકીલ કાદરભાઇ જેઠવા રહે. બંન્ને માંગરોળ વાળાઓ ગેરકાયદેસર ચરસનો જથ્થો રાખી એક કાળા કલરની હિરો સ્પ્લેન્ડરમાં સાસણ સિંહ સદનના ગેઇટ પાસેથી પસાર થનાર છે” જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ સાસણ વિસ્તારમાં વોચમાં રહેલ હતા દરમ્યાન સાસણ સિંહ સદનના મેઇન ગેઇટ પાસે મોટરસાયકલ જોવામાં આવતા સદરહુ મોટરસાયકલ બાતમીવાળી હોવાની ખાત્રી થતા તુરંત જ કોર્ડન કરી સદરહું બન્ને ઇસમોને રોકી નીચે ઉતારી તેઓની ઝડતી તપાસ કરતા તેઓ બન્ને પાસેથી (૧)ચરસ ૯૦.૯ ગ્રામ કિ.રૂા ૧૩,૬૩૫/- (૨)ભારતીય ચલણની જુદા-જુદા દરની નોટો કુલ રૂા.૮૧૦/- (૩) એક વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂા.૧૦,૦૦૦/-(૪)સ્પ્લેન્ડર મોટરસાયકલ કિ.રૂા.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪૪,૪૪૫/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જે મુદામાલ કબજે કરી મેંદરડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજી. કરાવેલ છે.

આરોપી(૧)સલીમ મહમદ હુસેન પંજા  ધંધો-રિક્ષા ડ્રાઈવીંગ રહે.માંગરોળ, નવાપરા રોડ, પ્રકાશ મેડીકલની આગળ
(૨)શકીલ કાદરભાઈ જેઠવા મીર  ધંધો-ડ્રાઈવીંગ રહે.માંગરોળ, બાયપાસ, હાઉસીંગ કોલોનીની બાજુમાં
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એસ.એ.સોલંકી તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા તથા જીતેન્દ્રસિંહ ચૌહાણ, રવિરાજસીંહ સોલંકી તથા પો. હેડ કોન્સ અનિરુધ્ધભાઇ વાંક, રાજુભાઇ ભેડા, બાબુભાઇ કોડીયાતર, પ્રતાપભાઇ શેખવા, રવિભાઇ ખેર, તથા પો. કોન્સ. ડાયાભાઇ કરમટા, રોહિતભાઈ ધાંધલ, બાલુભાઈ બાલસ પોલીસ સ્ટાફ બંને આરોપીને પકડી પાડ્યા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed