જૂનાગઢના વિજયકુમાર રાવલનો રૂ. ૩૩,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા જુનાગઢ પોલીસે તાત્કાલિક શોધીને અરજદારને પરત કર્યો

Share to



રૂ. ૩૩,૦૦૦/- ની કિંમતનો  મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.*_

_જૂનાગઢ રેન્જના આઈજી  નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર વિજયકુમાર જગદીશભાઇ રાવલ જૂનાગઢના વતની હોય, વિજયભાઇ ખરીદી કરી પોતાની બાઇક લઇ ઘરે જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૩૩,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A34 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય વિજયભાઇ ખરીદી કરવા જે દુકાને ગયેલા ત્યાં પણ તપાસ કરી તથા પોતે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ તે મોબાઇલ ફોન મળી આવેલ નહિ.* મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી.  એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ ચેતનભાઇ સોલંકી, હરસુખભાઇ સિસોદીયા, સુખદેવભાઇ કામળીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિજયભાઇ રાવલ પોતાની બાઇક લઇ જે રૂટ પરથી પસાર થયેલ તેનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા વિજયભાઇનો રૂ. ૩૩,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A34 મોબાઇલ ફોન નારાયણ ચોકમાં પડતો જણાય આવેલ ત્યારબાદ તુરંત જ એક ઓટો રિક્ષા ચાલક દ્વારા તે મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડેલ જે આધારે તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-07-YY-7482 શોધેલ.

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિજયભાઇનો રૂ. ૩૩,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A34 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને વિજયભાઇ રાવલએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા વિજયભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૩૩,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A34 મોબાઇલ ફોન ફ્ક્ત ૧૨ કલાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to