September 3, 2024

જુનાગઢ શહેરમાં મહિલાને મારી જૂટવી ને ગળામાંથી.રૂ. ૮૭,૫૦૦/- સોનાનો ચેન અને મંગળસૂત્ર ની ચીલઝડપ કરનાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસ

Share to




જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે બનાવવાળી જગ્યાની વીજીટ કરી ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દરમ્યાન જૂનાગઢ સી ડીવીઝન પો.સ્ટે. ગુન્હો નોંધાયો હતો ગઇ તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ જૂનાગઢ મધુરમ વિસ્તારમાં બનેલ જેમા ફરીયાદી ચાલીને જતા હતા દરમ્યાન બે અજાણ્યા પુરૂષ ઇસમો એક્ટીવા લઇને આવેલ અને ફરીયાદીની બાજુમાં આવી અને અચાનક ફરીયાદીએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન આશરે બે તોલાનો તથા સોનાનુ મંગળસુત્ર આશરે બે તોલાનું જે બન્નેની કિ.રૂ. ૮૭,૫૦૦/- જુટ મારી જુટવીને લઇ જઇ દોડીને ભાગી જઇ ગુનો કરેલાનો બનાવ બનેલ હોય જે ગુનો અનડીટેક્ટ હોય. જેથી પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ દ્વારા આ અનડિટેકટ બનાવ ડિટેકટ કરી ચીલઝડપ કરનાર ઇસમોને શોધી કાઢવા સારૂ સૂચના થયેલ હોય જે સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે જે પટેલ સા.ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની વિજીટ કરી આજુબાજુના વિસ્તારમાં ઉપલબ્ધ સીસીટીવી ફુટેઝ મેળવી તેનો જીણવટભરી રીતે અભ્યાસ કરી તેમજ બનાવ સ્થળના ડેટા મેળવી તેનો જીણવટભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ અને ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી આ ગુનામાં સંડોવાયેલ ઇસમોની તપાસ કરવામાં આવતી હોય દરમ્યાન પો.હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા, આઝાદસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી તેમજ પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. દિપકભાઇ બડવા નાઓને સંયુકતમાં ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, આ બનાવમાં માં તા.અંજાર, કચ્છનો રહેવાસી ભરત મનજીભાઈ રાજગોર તેના સાગરીતો સાથે સંડોવાયેલ છે. તેવી ચોક્કસ હકિકત આધારે મજકુર ઇસમની તપાસ કરતા મજકુર હાલ અમદાવાદ ખાતે હોવાની હકિકત જાણવા મળતા અમદાવાદ ખાતે જઇ મજકુર ઇસમની તપાસ કરતા મજકુર ઇસમ અમદાવાદ પાલડી ખાતે આવેલ હોટલ ક્રિષ્ના નજીકથી મળી આવતા વધુ પુછપરછ માટે અંત્રેની કચેરીએ લઇ આવેલ અને તેઓની આ કામે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય જેથી યુકિત પ્રયુકતિથી પુછપરછ કરતા મજકુર ઇસમએ જણાવેલ કે, પોતે, સલીમભાઇ હાજીભાઇ શમા રહે. જૂનાગઢ વાળાના કહેવાથી પોતાના મિત્ર રાજુ ગોવિંદભાઇ આહિર રહે. મુળ દાત્રાણા તા.સાંતલપુર જી.પાટણ, હાલ આદિપુર બસ સ્ટેશન વાળાનો સંપર્ક કરી અહીં જૂનાગઢ બોલાવેલ હતો અને ત્રણેય જણાએ સાથે મળી આ બનાવને અંજામ આપેલ હોવાની હકિકત જણાવતા મજકુર ઇસમ પાસેથી મળી આવતા મુદામાલ રીકવર કરી સી ડીવી. પો.સ્ટે.દ્વારા ગુન્હાના કામે હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે સી ડીવી. પો.સ્ટે. ને સોંપી આપેલ છે.

આરોપી ભરત સ/ઓ મનુભાઇ ઉર્ફે મનજીભાઇ રઘુરામભાઇ સુંબડ રાજગોર,  આદિપુર રેલ્વે સ્ટેશન સામે, જય જોગણી નગર સોસાયટી પાસે, વાડામાં તા.અંજાર સલીમ હાજીભાઇ શમા, ગામેતી,  જૂનાગઢ, ટીંબાવાડી, બિલનાથ પરા, પાણીના કુવા પાસે,પકડવાના બાકી આરોપી રાજુ ગોવિંદભાઇ આહિર રહે. મુળ દાત્રાણા તા.સાંતલપુર જી.પાટણ, હાલ આદિપુર બસ સ્ટેશન કબ્જે કરેલ મુદામાલઃ-(૧) મોબાઇલ ફોન નંગ-૨
(૨) મો.સા. ૨૦૧૭ નં GJ-12-EM-7819(૩) એકસેસ મો.સા. રજી નં.GJ-01-UB-0615 આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ.ઇન્દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા, આઝાદસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી તેમજ પેરોલફર્લો સ્કોડના પો.કોન્સ. દિપકભાઇ બડવા, દિવ્યેશકુમાર ડાભી તથા ડ્રા.પો.કોન્સ જયેશભાઇ બાંભણીયા પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી પાડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed