જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ વિદ્યાભ્યાસ કરતા છાત્રોની પરીક્ષાનો પ્રારંભ અભ્યાસ કેન્દ્રોની સાથે યુનિવર્સિટી ભવન ખાતે ચાલી રહેલ પરીક્ષાના વ્યવસ્થાપનની જાત માહિતી મેળવતા કુલપતિ શ્રી ડો.ચેતન ત્રિવેદી

Share toજુનાગઢ  ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષા કાયૅવાહી અંગે યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.ચેતનભાઇ ત્રિવેદીએ સરપ્રાઈઝ મુલાકાત લઈ પરીક્ષા સંદર્ભે જાણકારી મેળવી હતી. અને પરીક્ષાનું સુચારું વ્યવસ્થાપન નિહાળ્યું હતું. મુલાકાત વેળાએ કન્ટ્રોલર ઓફ એકઝામીનેશન અને ઈન ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. ડી.એચ.સુખડિયા, ડો.ઔમ્ જોષી, ડૉ.ઋષિરાજ ઉપાધ્યાય, સહિત વિવિઘ વિભાગના વડા સાથે જોડાયા હતા. આ તકે કુલપતી ડૉ. ત્રિવેદીએ રસાયણ વિભાગ પ્રયોગશાળાની મુલાકાત લઈ સંશોધનાત્મક અભ્યાસ કાર્યો અંગે જાણકારી મેળવી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to