December 22, 2024

જૂનાગઢ માં સોશિયલ મિડિયામાં કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય બિભસ્ત શબ્દોનો પ્રયોગ કરી વાંધાજનક પોસ્ટ વાઇરલ કરી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને નુકશાન કરવાનો પ્રયત્ન કરનાર અને જાહેર જનતાની લાગણી દુભાઇ તેવું કૃત્ય કરનાર ઇસમને પકડી પાડતી જૂનાગઢ પોલીસ

Share to



જૂનાગઢ માં આરોપીએ મોબાઈલ ફોન મારફતે વોટ્સએપ થી I love My Junagadh (મારે હૈયે જુનાગઢનું હિત) નામના ગ્રુપમાં દેશના વડાપ્રધાનશ્રી વિરૂધ્ધ બિભસ્ત શબ્દોનો પ્રયોગ કરી કોઇ એક વર્ગના લોકોમાં વૈમનસ્ય પેદા થાય તેવી અપમાન જનક પોસ્ટ તથા વોરા મુસ્લીમ સમાજની ધાર્મીક લાગણી દુભાય અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરી પોસ્ટો ડીલીટ કરી નાખી પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોય જે અંગે જૂનાગઢ સીટી “એ” ડીવી.પો.સ્ટેમાં  ગુનો દાખલ કરાવેલ છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં સાયબર ક્રાઇમના વધતા જતા બનાવોને ધ્યાને લઇ આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ કેટલાક જાણીતા અસમાજીક તત્વો, અને વિઘ્નસંતોષી તત્વો દ્વારા કોમી વૈમનશ્ય ફેલાવે તેવી અથવા લોકોની ધાર્મીક લાગણી દુભાવે તેવી કોઇ ચોકકસ વ્યકિત/સંગઠન/સંસ્થા વિરૂધ્ધ સોશ્યલ મીડીયા પર વાંધાજનક પોસ્ટ નાખવામાં આવે છે અને તેના કારણે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી ઉપર અસર થવાની શકયતા રહે છે જેથી આ બાબતે સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ નાખનાર તત્વો વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવા તથા સોશીયલ મીડીયા પર વોચ રાખવા માટે સૂચના આપવામા આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એસ.એ.સોલંકી તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ છે.

આગામી સમયમાં ગુજરાત રાજયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક લાગણી તેમજ ઉશ્કેરણી જનક પોસ્ટો ફેલાવામાં ન આવે અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ તરફથી સૂચના થઇ આવેલ હોય જે સુચના અન્વયે એસ.ઓ.જી. દ્વારા ખાનગી બાતમીદારો તથા ટેકિનકલ સોર્સના માધ્યમથી આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા પ્રયાસો હાથ ધરેલ હતા. તે દરમ્યાન એસ.ઓ.જી.ના પો.હેડ કોન્સ. અનિરૂધ્ધભાઈ વાંક ને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી હકિકત મળેલ કે, એક ઇસમ વોટ્સએપ ગ્રુપમાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરી ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી વિરૂધ્ધ અભદ્ર ગાળો સાથેની બિભસ્ત પોસ્ટ કરેલ હોય જે પોસ્ટમાં જણાવેલ મોબાઇલ નંબર આધારે ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરતા આ મોબાઇલ નંબર હૈદર ઇકબાલભાઇ કુરેશી રહે. જુનાગઢ દાતાર રોડ, સંજય ગેસ એજન્સી પાસે વાળો ઉપયોગ કરતો હોવાનું જણવા મળતા તેની તપાસ કરતા મજકુરને એસ.ઓ.જી. દ્વારા હસ્તગત કરી ઉપરોક્ત વિગતે જુનાગઢ શહેર એ ડીવી. પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવવામાં આવેલ છે તથા આરોપીને અટક કરી વોટ્સએપ ગૃપના એડમીનની પુછપરછ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.

જૂનાગઢ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પો.સબ.ઇન્સ. એસ.એ.સોલકી તથા એ.એસ.આઇ. જીતેન્દ્રસિંહ ચૌહાણ, પો.હેડ કોન્સ. અનિરૂધ્ધભાઇ વાંક તથા પો.કોન્સ. ડાયાભાઈ કરમટા પોલીસ સ્ટાફ દ્વારા આઆરોપી- હૈદર ઇકબાલભાઇ કુરેશીને પોલીસ દ્વારા આરોપીનુ હૈદર ઇકબાલભાઇ કુરેશી (શેખ  જુનાગઢ દાતાર રોડ, નિચલા દાતાર સંજય ગેસ ગોડાઉન પાસે થીઆઆરોપી- હૈદર ઇકબાલભાઇ કુરેશીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો

. જુનાગઢ પોલીસની જાહેર અપીલ જુનાગઢ જિલ્લાની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા ઉપર કોમો વૈમનસ્ય ફેલાઈ તેવી અથવા લોકોની ધાર્મિક લાગણી શોભાવે તેવી હોય ચોક્કસ વ્યક્તિ સંગઠન સંસ્થા વિરોધ વાંધાજનક પોસ્ટ મૂકવી નહીં જે બાબતે ગ્રુપને એડમીનોએ ખાસ નોંધ લેવી તેમજ જો આવી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવશે તો પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed