જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક મહે. નિલેશ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના મુજબ તેમજ જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક હીતેશ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરી તથા ઘરફોડ ચોરી તથા લુંટ જેવા મિલ્કત સંબંધી દાખલ થયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના થઈ આવેલ હોય જે આધારે મેંદરડા પોલીસ સ્ટેશનમાં સીમ ચોરીઓના ગુન્હાઓ રજી થયેલ હોય અને સદર ગુન્હા ના કામે ચોરી કરનાર ચોર ઇસમો તથા ચોરીમાં ગયેલ મુદામાલ અંગેની તપાસમાં હતા તે દરમ્યાન ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સના આધારે હકીકત મળેલ કે સદરહુ ચોરીના ગુન્હાઓને અંજામ આપનાર ઇસમો ખીજડીયા ગામ પાસે વાડી વિસ્તારમાં રીક્ષા સાથે હાજર છે જેથી તુરંત જ સદર જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર હકીકત વાળા ઇસમો મળી આવતા જેને યુક્તી પ્રયુક્તી થી પુછપરછ કરતાં પોતે સદર સીમ ચોરીની કબુલાત આપેલ હોય અને સદર ચોરી કરેલ મુદ્દામાલ પોતાના ઘરે રાખેલ હોવાનું જણાવેલ હોય જેથી સદર ગુન્હાઓ તથા કેશોદ પો.સ્ટે ગુ.ર ગુન્હો ડીટેક્ટ કરી ઉપરોક્ત ગુન્હાનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે. અને મજકુર આરોપીઓને ઉપરોક્ત ગુન્હાઓને કામે અટક કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી
પોલીસે પકડેલા આરોપીઓ
(૧) ફીરોજભાઇ ઉર્ફે નીઢુ ઇસ્માઇલભાઇ સુમારભાઈ સાંધ મુળ ગામ ટીકર તા.વંથલી હાલ રહે,ખીજડીયા ધણસેર બાજુમાં વાડી વિસ્તાર તા.મેંદરડા
(૨) અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઇ મામદભાઈ સાંધ રહે.ટીકર ગામ ગામેતી વાડા છપરૂ વિસ્તાર તા. વંથલી
મેંદરડા પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ મુદામાલ:-(૧) ઇલેકટ્રીક બાઇક (૨) અનાજ દરવાની ઘંટી (૩) ગેસનો બાટલો (૪) ઇલેકટ્રીક ટેબલ ફેન (૫) મોટી હાંડી પાણીની મોટર (૬) નાની પાણીની સીંગલ મોટર (૭) ઇલેકટ્રીક સગડી (૮) સનસુઇ કંપનીનુ LED ટીવી (૯) LG
કંપનીનુ ફ્રીજ (૧૦) સોયાબીનો ઢગલો આશરે એકાદ ખાંડીનો (૨૦ મણ) (૧૧) ઘઉં ભરેલ બાચકા નંગ-૫ (પાંચ મણ) (૧૨)કેમેરા નું રાઉટર (૧૩) ઇલેક્ટ્રીક વજન કાટો (૧૪) ખાતરના બાચકા નંગ-૨૦ (૧૫) બાચકા સિવવાનું સીલાઇ મશીન (૧૬) મોટર નુ સ્ટાટર નંગ-૧ (૧૭) ફુવારા નંગ -૧૦ (૧૮) પ્લા.ખુરશી નંગ -૧ જે મળી કુલ કિ.રૂ. ૧,૩૭,૨૦૦ નો રિકવર કરેલ છે.
કેશોદ પો.સ્ટે.નો મુદ્દામાલ :-
(૧) મગફળીની ગુણી નંગ-૧૪ જેનિ કિ.રૂ. ૩૯,૦૦૦ તથા (૨) એરંડા ગુણી નંગ-૧૫ જેની કિ.રૂ. ૪૮,૦૦૦/- વિ. મુદામાલ ની કુલ કિ.રૂ. ૮૭,૦૦૦/- નો મુદામાલ તેમજ બન્ને. પો.સ્ટે.નો મળી કુલ મુદ્દામાલ જેની કુલ કિ.રૂ. ૨,૨૪,૨૦૦/-રીકવર કરેલ છે.
આરોપીએ ગુન્હામાં ઉપયોગ લીધેલ વાહન છકડો રીક્ષા GJ-03-X-0362 કી.રૂ.30,000/- તથા મો.ફોન નંગ-૨ કી.રૂ. ૩૫૦૦/- ના કબ્જે લીધેલ છે.
(૧) PSI એસ.એન. સોનારા (૨) HC અરવીંદભાઇ એચ. હેરભા (3) HC શૈલેષભાઇ ડી.સોંદરવા (૪) HC મેરામણભાઈ એમ. વાળા (૫) PC કમલેશભાઈ ડી, પાથર (૬) PC રાકેશભાઇ બી.દયાતર (૭) PC દિનેશભાઇ એમ. ચાવડા (૮) PC રજનીકાંતભાઇ એચ. મહેતા (૯) PC કેતન એમ. મકવાણા (૧૦) રાજેશભાઇ વિ.પરમાર વાળા પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…