મતદાનના દિવસે મતદાન કર્યા બાદ કર્યા બાદ જે મતદાર આંગળી પર શાહીનું નિશાન બતાવશે તેમને વિવિધ વસ્તુની ખરીદી ઉપર મળશે ડિસ્કાઉન્ટ

Share to



*દવાની દુકાનો, કરિયાણાની દુકાનો, પેટ્રોલપંપ તેમજ કપડાં સહિતના નાના-મોટા વ્યવસાય કરતાં વ્યવસાયકારો મતદાન જાગૃતિ અભિયાન ‘અવસર ડિસ્કાઉન્ટ’ માં જોડાયા
*
*છોટાઉદેપુર, મંગળવાર :* લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

મતદાર જાગૃતિમાં જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશન પણ જોડાય તે માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેષ ગોકલાણીના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

જિલ્લાના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ૪૮ જેટલા વેપારીઓ તેમની પ્રોડકટ પર ૧ થી ૫૦ ટકા સુધીની છુટ આપવાની સહમતી દર્શાવી હતી જેમાં, દવાઓ પર ૧૦ ટકા, પેટ્રોલ પર ૧ ટકા, ઓઇલ પર ૧૦ ટકા, કરિયાણા પર ૨ થી ૫ ટકા, કાપડ પર ૨૫ થી ૫૦ ટકા તેમજ ફૂટવેર પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની સંમતિ વ્યકત કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બનશે.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, પુરવઠા અધિકારીશ્રી હળપતિ, ચૂંટણી મામલતદાર, ચીફ ઓફિસર નગરપાલિકા સહિતના અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to