December 22, 2024

નેત્રંગમાં ગમે તેમ ઠલવાતા કચરાથી સ્થાનિક રહીશોમાં આક્રોશ

Share to



* કચરાના નિકાલ માટે ગ્રા.પંચાયતના સતાધીશોએ રણનીતિ બનાવી જરૂરી

તા.૨૨-૦૪-૨૦૨૪ નેત્રંગ.

   ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારની ગણના થાય છે.નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો-કરોડો રૂપિયાના ખર્ચ સુવ્યવસ્થિત-આયોજનબધ્ધ સરકારી કચેરીઓનું નિમૉણ કરાતા જે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે.પરંતુ નેત્રંગ ગામમાં કચરાના નિકાલ યોગ્ય માટે જવાબદાર અધિકારીઓ-ગ્રા.પંચાયતના સત્તાધીશો સફળ થયા નથી તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.નેત્રંગ-વાડી રોડ ઉપર ગ્રા.પંચાયત હસ્તક બાગ આવેલ છે.આત્મીય સમાજના આસ્થાના કેન્દ્રબિંદુ સમાન સ્વામીનારાયણ મંદિર આવેલ છે.અંકલેશ્વર-બુરહાનપુર અને અંબાજી-ઉમરગામ બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થવાની હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર ધમધમે છે.રાહદારી-મુસાફરોની અવરજવર રહેતી હોય છે.તેવા સંજોગોમાં નેત્રંગમાં ગમે તેમ ઠલવાતા કચરાના ઢગલાઓથી પ્રતિષ્ઠાને હાની પહોંચી રહી છે.ભારે દુઁગંધ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળવાની દહેશત જણાઇ રહી છે.સ્થાનિક રહીશોમાં આક્રોશ ભભુકી ઉઠ્યો છે.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગમાં કચરાના નિકાલ માટે જવાબદાર અધિકારીઓ-ગ્રા.પંચાયતના સતાધીશોએ રણનીતિ બનાવી જરૂરીયાત ઉભી થઇ છે.


*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed