પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા જુનાગઢ વિભાગ, જુનાગઢનાઓની સુચનાથી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા જૂનાગઢ જીલ્લાના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪ તથા ૮૫- માણાવદર વિદ્યાનસભા પેટા ચુંટણીની પ્રક્રિયા શાંતિમય અને સુમેળ ભર્યા વાતાવરણમાં પસાર થાય તેમજ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કોઇપણ પ્રકારના ભય અને ડર વગર ઉપયોગ કરે અને જુનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્રારા અગમચેતીના ભાગરૂપે અગાઉ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા આરોપીઓ તથા દારૂ/જુગારની પ્રવૃતિ કરતા ઇસમો તેમજ અગાઉની ગ્રામ પંચાયત/જીલ્લા પંચાયત/મહાનગરપાલીકા/નગરપાલીઠા/લોકસભા/વિધાનસભાની ચુંટણીમાં જેના વિરૂધ્ધ ગુનાઓ દાખલ થયેલ છે તેવા તમામ ઇસમો વિરૂધ્ધ એક ઝુબેશ હાથ ધરેલ છે. જેમાં લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ ની તા.૧૬/૦૩/૨૦૨૪થી ચુંટણી અંગેની જાહેરાત (આદર્શ આચાર સહિતા) અમલમાં આવેલ છે. તે દિવસથી આજ- દિન સુધીમાં અલગ અલગ હેડમાં નીચે મુજબની કામગીરી કરેલ છે. જે તમામ કામગીરી જેમાં ૨૩,૩૬૯ થી વધુ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા તેમજ અન્ય કામગીરી અસરકારક કરેલ છે. અને આ કામગીરી હાલ પણ ચાલુ છે. સમગ્ર ચુંટણી પ્રક્રીયા મુક્ત અને ન્યાયીક રીતે પુર્ણ થાય તે માટે જૂનાગઢ પોલીસ કટીબધ્ધ છે. લોકશાહીના આ પર્વમાં દરેક નાગરીકો પોતાનો મતાધિકાર નિર્ભય રીતે ઉપયોગ કરી શકે તે માટે દરેક નાગરીકોને અપીલ છે કે તેઓને કોઈ પણ વ્યક્તિ કે સમુદાયથી ભય હોય તો તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા ૧૦૦ નંબર પર કોલ કરી પોલીસની મદદ મેળવી શકે છે. જૂનાગઢ જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ લોકો અફવા ન ફેલાવે અથવા અફવા માને નહીં. અફવાઓ ફેલાવવીએ ગુનાને પાત્ર છે.
જૂનાગઢ જિલ્લાના તા.૧૬/૦૩/૨૦૨૪ ૩.૦૬/૦૦ થી તા.૨૨/૦૪/૨૦૨૪ ક.૦૬/૦૦ સુધીની મુખ્ય હેડની કુલ કામગીરી
૧ દેશી/ઇંગ્લીશ દારૂના કેસો
(દેશી દારૂ લીટર-૩૬૨૪ કિ.રૂ.૭૨૪૮૦/- ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૩૮૨૭ કિ.રૂ. ૫૯૬૧૮૯/-)
૨ દારૂની પ્રવૃતી કરતા પ્રોહી બુટલેગર્સ પર કરેલ રેઇડો (દરોડા)ની સંખ્યા 1348
૩ ગુનેગારો વિરૂધ્ધ લીધેલ અટકાયતી પગલા 16746
૪ | ગેરકાયદેસર હથીયાર થપ્પુ, છરી, રખડતા ઇસમો વિરૂધ્ધ લીધેલ પગલા GPA ૧૩૫ મુજબ, 58
૫ દારૂ પીને વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધ લીધેલ પગલા MVA ૧૮૫ મુજબ 68
6 નંબર પ્લેટ, લાયસન્સ, આરટીઓ કાગળો વગર ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ લીધેલ પગલા MVA ૨૦૭ મુજબ 277
7 જુગાર રમતા રમાડતાના કેસો 34
૮ માથાભારે ઇસમોને જીલ્લા બહાર તડીપાર કરેલની સંખ્યા 61
9 માથાભારે ઇસમોને પાસા હેઠળ કરેલ કાર્યવાહીની સંખ્યા 60
૧૦ દારૂની પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ લેવામા આવેલ પગલા પ્રોહી-૯૩ મુજબ1863
૧૧ નામદાર કોર્ટમાંથી આવેલ બિન જામીન લાયક ફુલ બજેલ વોરંટની સંખ્યા 1754
૧૨ ગેરકાયદેસર હથીયાર (બંદુક, તમંચો, રીવોલ્વર) અંગેના કેસો 03
૧૩ ચૂંટણી અંગે જાહેરનામાંના ભંગ કરતા કેસ-૩ (આરોપીની સંખ્યા) 13
કુલ, 23369 આરોપીઓ ઉપર જૂનાગઢ પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવ્યા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ