December 22, 2024

જૂનાગઢ ના અરજદાર મુકેશભાઇ જોટાણીયા હોસ્પીટલમાં તબિયત બતાવવા ડોકટર પાસે આવ્યા હતા અને અગત્યના રિપોર્ટસની ફાઇલ સાથેની થેલી ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા જૂનાગઢપોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી કાઢીઆપી

Share to



જૂનાગઢ રેન્જના આઈજી  નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર મુકેશભાઇ લાલજીભાઇ જોટાણીયા નરેળીના વતની હોય, મુકેશભાઇની તબિયત ખરાબ હોય જેથી તેઓ રાયજીબાગ પાસે આવેલ અપેક્ષ હોસ્પીટલમાં ચેક-અપ કરાવવા માટે ગયેલ હોય મુકેશભાઇ રાયજીબાગથી જોષીપરા જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. જોષીપરા ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની હોસ્પીટલની ફાઇલ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, મુકેશભાઇનું સાંજે ઓપરેશન હોય જેના તમામ રિપોર્ટ્સ તે ફાઇલમાં હોય.* મુકેશભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? ડોક્ટરે જણાવેલ કે મુકેશભાઇનું ઓપરેશન કરવું ખૂબ જરૂરી હોય ફાઇલ ખોવાતા ઓપરેશનમાં થઇ શકે તેમ ના હોય જેથી મુકેશભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ પાયલબેન વકાતર, શિલ્પાબેન કટારીયા, ગીરીશભાઇ કલસરીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી મુકેશભાઇ જોટાણીયા જોષીપરા જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા મુકેશભાઇ હોસ્પીટલના અગત્યના રિપોર્ટસના ફાઇલની થેલી જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-11-UU-0496 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી રૂબરૂ જઇ પૂછપરછ કરતા તે થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા મુકેશભાઇ જોટાણીયાના હોસ્પીટલના અગત્યના રિપોર્ટસના ફાઇલની થેલી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને મુકેશભાઇએ જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, મુકેશભાઇને ઓપરેશન માટે તે રિપોર્ટસની ખૂબ જરૂરીયાત હતી અને આટલી ઝડપથી આ થેલી શોધી આપતા નેત્રમ શાખા ખાતે ભાવુક દ્ર્શ્યો સર્જાયેલ હતા મુકેશભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા મુકેશભાઇ જોટાણીયાના હોસ્પીટલના અગત્યના રિપોર્ટસના ફાઇલની થેલી ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed