September 7, 2024

જુનાગઢ જીલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનાના નાસતા ફરતા આરોપીને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.

Share to



જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અને નાસતા ફરતા આરોપીઓને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે આવા નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.

આજરોજ એસ.ઓ.જીના પો. હેડ કોન્સ. અનિરૂધ્ધભાઇ વાંક તથા ઇરફાનભાઇ રૂમી નાઓને ચોક્ક્સ બાતમીરાહે હકિકત મળેલ કે, માંગરોળ મરીન પો.સ્ટે ગુ.૨.થયેલ એન.ડી.પી.એસ. એકટ કલમ-મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ઇરફાન ઉર્ફે ગોપી ઇસ્માઇલભાઇ કાલવાત રહે. માંગરોળ વાળો જે ઉપરોક્ત ગુનાના કામે નાસતો-ફરતો હોય જેને અટક કરવાનો બાકી હોય જે આરોપી મુંબઇથી કેશોદ ટ્રાવેલ્સમાં આવવાનો હોય તેવી ચોકકસ હકીકત આધારે સાંકળીધાર ખાતેથી મળી આવતા હસ્તગત કરી ઉપરોકત નાસતા ફરતા આરોપીને માંગરોળ મરીન પો.સ્ટે. ને સોપેલ છે.

એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, રવિરાજસિંહ સોલંકી તથા પો. હેડ કોન્સ. અનિરૂધ્ધભાઇ વાંક, ઇરફાનભાઇ રૂમી, જયેશભાઇ બકોત્રા દ્વારા આરોપી ટ્રાવેલિંગ કરતો હતો ત્યારે ઝડપી પાડ્યો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed