September 7, 2024

૨૨ ભરૂચ સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ

Share to

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪



ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ભરૂચ સંસદીય બેઠક પર કુલ ૨૬ પૈકી ૨૧ ઉમેદવારી પત્રોનો સ્વિકાર જ્યારે પાંચ ફોર્મ રદ


ભરૂચ- શનિવાર - આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૨-ભરૂચ સંસદીય બેઠક પર તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તાર માટે નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થતા કુલ ૨૬ જેટલા ફોર્મનું નામાંકન થયું હતું. આજે તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારીની કચેરીના સભાખંડ ખાતે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરા અને ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ભરૂચ સંસદીય બેઠકના જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) તેમજ અન્ય ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારના ફોર્મની ઝિણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે ૨૬ ફોર્મમાંથી ૨૧ ફોર્મનો સ્વિકાર કરવામાં આવ્યો છે. જેમાંથી ૫ જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ૨૨- ભરૂચ સંસદીય મત વિભાગમાં ૧૩ ઉમેદવારો રહ્યા છે. જેની યાદી નિચે પ્રમાણે છે.

૧) શ્રી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા ( આમ આદમી પાર્ટી)
૨) શ્રી મનસુખભાઈ ધનજીભાઈ વસાવા ( ભારતીય જનતા પાર્ટી)
૩) શ્રી ચેતનભાઈ કાનજીભાઈ વસાવા (બહુજન સમાજ પાર્ટી)
૪) ગીતાબેન મનુભાઈ માછી (માલવા કોંગ્રેસ)
૫) શ્રી દીલીપભાઈ છોટુભાઈ વસાવા ( ભારત આદિવાસી પાર્ટી )
૬) શ્રી ઈસ્માઈલ અહમદ પટેલ (અપક્ષ)
૭) શ્રી ધર્મેશકુમાર વિષ્ણુભાઈ (અપક્ષ)
૮) શ્રી નવીનભાઈ ભીખાભાઈ પટેલ (અપક્ષ )
૯) શ્રી નારાયણભાઈ લીલાધરજી રાવલ (અપક્ષ)
૧૦) મિર્જા આબિદબેગ યાસિનબેગ ( અપક્ષ)
૧૧) શ્રી મિતેષભાઈ ઠાકોરભાઈ પઢિયાર (અપક્ષ)
૧૨) શ્રી યુસુફવલી હસન અલી ( અપક્ષ)
૧૩) શ્રી સાજીદ યાકુબ મુન્શી ( અપક્ષ)
નોંધનિય છે કે, તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે આગામી તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.



Share to

You may have missed