December 22, 2024

૨૨ – ભરૂચ સંસદીય બેઠક પર ઉમેદવારી નામાંકનના અંતિમ દિને નવા ૧૫ ઉમેદવારી ફોર્મ ભરાયા

Share to



૨૨- ભરૂચ સંસદીય બેઠક પર કુલ ૨૬ ઉમેદવારી ફોર્મ ભરાયા

     ભરૂચ- શુક્રવાર –  આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૨-ભરૂચ સંસદીય બેઠક પર તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે ૨૨ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણના અંતિમ નવા ૧૫ જેટલા ઉમેદવારી ફોર્મનું નામાંકન થયું હતું. આમ ૨૨-ભરૂચ સંસદીય બેઠક પર કુલ ૨૬ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. 
       આજે તા.૧૯ એપ્રિલે શ્રી મિતેષભાઈ ઠાકોરભાઈ પઢિયાર (અપક્ષ ), શ્રી ધર્મેશકુમાર વિષ્ણુભાઈ ( બહુજન મુક્તિ પાર્ટી), શ્રી નારણભાઈ લીલાધરજી રાવલ (અપક્ષ), શ્રી ઈસ્માઈલ  અહમદ પટેલ (અપક્ષ), શ્રી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા ( આમ આદમી પાર્ટી- ફોર્મ-૩), શ્રી ચૈતનભાઈ કાનજીભાઈ વસાવા (બહુજન સમાજ પાર્ટી), શ્રીમતીશકુંતલાબેન ચૈતરભાઈ વસાવા(આમ આદમી પાર્ટી), શ્રી દીલીપભાઈ છોટુભાઈ વસાવા (ભારતીય આદિવાસી પાર્ટી ફોર્મ-૨), સુ.શ્રી. ગીતાબેન મનુભાઈ માછી (માલવા કોંગ્રેસ,) શ્રી યુસુફ હસન અલી ( અપક્ષ ) શ્રી મિર્જા આબિદબેગ યાસિનબેગ ( અપક્ષ ), શ્રી સાજીદ યાકુબ મુન્શી ( અપક્ષ ) નામાંકન નોંધાવ્યું હતું.
       તદઉપરાંત,વિત્યા પાછલા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી મનસુખભાઈ ધનજીભાઈ વસાવા તેમજ શ્રી બળવંતસિંહ સોમસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીમાંથી શ્રી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા અને અપક્ષ તરીકે શ્રી નવીનભાઈ ભીખાભાઈ પટેલ, શ્રી ધર્મેશ કુમાર વિષ્ણુભાઈ વસાવા જેવા ઉમેદવારોએ ૨૨- ભરૂચ બેઠક પરથી નામાંકનપત્ર ભર્યુ હતું.  
      અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦ એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી થશે અને તા. ૨૨ એપ્રિલના રોજ ઈચ્છુક ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને સરળતાથી સંપન્ન થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર ‘‘રાઉન્ડ ધ ક્લોક’’ કામગીરી કરી રહ્યું છે.


Share to

You may have missed