જુનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જીલ્લાના લેઉવા પટેલ સમાજના કર્મચારી ઓનુ સંગઠીત સરદાર પટેલ કર્મચારી મંડળ કાર્યરત છે, આ મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ વઘાસિયાને તાજેતરમાં જીઇબી એન્જિનિયર્સ એસોસિએશનમાં ઇન્ચાર્જ સેક્રેટરી જનરલ જીબીઆનો ચાર્જ મને મળતા સરદાર પટેલ કર્મચારી મંડળ કારોબારીના ઉપપ્રમુખ શ્રી પી ડી ગજેરા, મંત્રી શ્રી જેન્તીભાઈ કાછડીયા, અશ્વિન પટેલ, સરદાર ધામના તેજસ્વી યુવા કાર્યકર પ્રકાશભાઈ ભંગડિયા મંડળ કારોબારીના સભ્યશ્રીઓ બાઘુભાઈ ડોબરીયા, શૈલેષભાઈ ભુવા, રમણીકભાઈ કુંભાણી, જીગ્નેશભાઈ દુધાત્રા,અલ્પેશ વેકરીયા, પી પી વોરા, અશોકભાઈ છોડવડીયા, ગોપાલ વાગડીયા, અરવિંદભાઈ ગજેરા ,જયંતીભાઈ વસોયા ,વનીતાબેન સુરાણી હંસાબેન પટોળીયા,વિપુલ સાવલિયા ઉપસ્થિત રહી એચ . જી વઘાસિયાનું સાલ- પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી બહુમલ કરી સત્કાર્યાં હતાં. સન્માન પ્રતિભાવમાં હરેશ વઘાસિયાએ સૌ સાથી સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સરદાર પટેલ કર્મચારી મંડળ ના સૌ હોદ્દેદારો એ શ્રી હરેશ વઘાસિયા ની સેવા ભાવના ને બિરદાવી ઉતરોતર પ્રગતિ કરે ઍવી વિભાવના વ્યક્ત કરી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
