December 22, 2024

ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા ફોર્મ ભરવા આવ્યા અને ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર સાથે વેટિંગ રૂમમાં સામસામે આવી જતા હસ્તા મોઢે ખેંચાવી તસ્વીરો

Share to



ભરૂચ લોકસભા બેઠક પર નો રાજકીય જંગ તેની ચરમ સીમા એ પહોંચ્યો છૅ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 22 ભરૂચ સંસદીય બેઠક પર તારીખ સાતમી ના રોજ મતદાન થનાર છે ત્યારે 22 લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 3૯ વ્યક્તિઓએ કુલ 5૮જેટલા ઉમેદવારી પત્ર ઉપાડ્યા હતા જેમાં આજરોજ ભારતીય આદિવાસી પાર્ટી ના નેતા દિલીપભાઈ  છોટુભાઈ વસાવા એ પણ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી

તેવામાં રાજકીય પાર્ટીના  પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ એક બીજા ની સામે પડતા જોવા મળ્યા છૅ, તેવામાં ભરૂચ કલેકટર કચેરી ખાતે થી એક ચોંકાવનારી તસ્વીર રાજકીય માહોલ માં ચર્ચાનું કેન્દ્ર બની છૅ,
વાત કંઈક એમ બની હતી કે આજરોજ બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી તરફ થી ભરૂચ બેઠક ના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેકટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા,

દિલીપ વસાવા જયારે ફોર્મ ભરવા માટે આવ્યા હતા તે દરમ્યાન જ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં તેઓના પત્ની માટે ડમી ઉમેદવાર તરીકે નું ફોર્મ ભરવા આવ્યા હતા, ત્યારે તેઓ મીટીંગ રૂમમાં બાહર સોફા પર બેઠાં તે જ દરમ્યાન દિલીપ વસાવા આવતા દિલીપ વસાવા અને ચૈતર વસાવા નો ભેટો થયો હતો,

રાજકીય વેરઝેર ભૂલી બંને નેતાઓએ હસ્તા મોઢે મીડિયા સમક્ષ  તસવીરો ખેંચાવી હતી,તેમજ મીડિયા કર્મીઓએ જયારે બંને ને પૂછ્યું કે કેવું લાગે છૅ.. કોણ જીતશે તો બંને હસી પડ્યા હતા અને દિલીપ વસાવા બોલી પડ્યા કે લૉકશાહી દેશ છૅ જેમાં દરેક ને મત આપવાનો અધિકાર છૅ, કોઇ પણ જીતી શકે છૅ,

આમ ભરૂચ કલેકટર કચેરી એ બાપ પાર્ટી ના ઉમેદવાર જયારે પોતાનું ફોર્મ ભરવા આવ્યા ત્યારે આ પ્રકાર ની સર્જાયેલ રાજકીય ગતિવિધિ એ અનેક ચર્ચાઓ જગાવી હતી, તો બીજી તરફ બાપ પાર્ટી તરફ થી દિલીપ વસાવા એ પોતાની ઉમેદવારી પત્ર ભરી ને બેઠક પર જીત ના દાવા  કયૉ હતા,


Share to

You may have missed