બોડેલી નગરમાં શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર ભક્તો દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં
બોડેલીમાં રામનવમી નિમિત્તે અલીપુરા ખોડીયાર મંદિરેથી ભગવાન શ્રી રામજી ની શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાઈ રામનવમી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
બોડેલી નગરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બોડેલી તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા આજે સાંજે ખોડીયાર મંદિરેથી શ્રીરામ ભગવાનની શોભાયાત્રા ડીજે સાથે બોડેલી નગરમાં નીકળી હતી મોટી સંખ્યામાં બોડેલી તેમજ આજુબાજુના રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. બોડેલી નગરમાં શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર ભક્તો દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જય શ્રી રામના નારા સાથે ભક્તોએ કેસરી ધ્વજ લહેરાવી ભક્તિમય વાતાવરણમાં ડીજેના તાલે ભક્તો જુમી ઉઠ્યા હતા શોભાયાત્રા ખોડીયાર મંદિરેથી નીકળી રામજી મંદિરે પહોંચતા રામ ભક્તોએ સમૂહ આરતી કરી પ્રસાદનો લાહવો લીધો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર