જૂનાગઢમાં રાજકોટના યુવાનને બોલાવી હનીટ્રેપમાં ફસાવી મોબાઇલમાં નગ્ન ફોટા પાડીને લાખો રૂપિયાની માગણી કરનાર ટોળકીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપજુનાગઢ પોલીસે પકડી પાડી

Share to




જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશન માં ગુન્હો નોંધાયો  હતો.૧૨/૦૪/૨૦૨૪ ના ક.૧૨/૩૦ વાગ્યાની આસપાસ જૂનાગઢ, સુભાષનગર વિસ્તાર, જોષીપરા ખાતે બનેલ છે. આ કામેના ફરીયાદી સાથે આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી આરોપી નં.૧ વાળાએ ફરીયાદી સાથે ફોનથી તથા વોટસએપથી મિત્રતા કરી જુનાગઢ ખાતે ઘરે બોલાવી ફરીયાદીના કપડા કઢાવી પોતે નગ્ન થતા ફરીયાદીએ જતુ રહેવાનું કહેતા અન્ય આરોપીઓ આવી જઇ મોબાઈલમાં તારા નગ્ન ફોટાઓ છે, તારા ઉપર બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી આરોપીઓ દ્વારા પૈસાથી સમાધાન કરાવી લેવાનુ જણાવી અને પચ્ચીસ લાખ આપવા પડશે તેમ જણાવી ચોપડામાં ફરીયાદીના હાથે લખાણ કરાવી સાત લાખ સોમવારે આપવા પડશે નહીતર પતાવી દઈશે તેવી ધમકી આપી ફરીયાદીના હાથમાં પહેરેલ સોનાની વીટી સાડા છ ગ્રામની કિ.રૂા.૪૦,૦૦૦/- તથા અસલ આધારકાર્ડ તથા અસલ ડ્રાઈવીંગ લાયસન્સ બળજબરી કઢાવી લઈ ગુન્હો કર્યા બાબતઉપરોકત બનેલ બનાવની ગંભીરતા ધ્યાને લઇ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ હનીટ્રેપના ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી.

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જૂનાગઢ એસ.ઓ.જી ના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એસ.એ.સોલંકી, તથા સ્ટાફની જુદી જુદી ટીમો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, અલગ અલગ ટીમો બનાવી આ ટીમો દ્વારા બનાવ સ્થળ આજુબાજુના સીસીટીવી ફુટેઝ, ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તથા ફરીયાદમાં જણાવેલ બાઈકના રજીસ્ટ્રેશન નંબર ઉપરથી આરોપી શોધી કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરેલ હતા, તે દરમ્યાન આરોપીઓએ જે રૂપીયાની માંગણી કરેલ તે હનીટ્રેપના રૂપીયા જૂનાગઢ, ધોરાજી ચોકડીથી ઝાંઝરડા ચોકડીની વચ્ચે આવેલ હીંગળાજ હોટેલથી આગળના ભાગે લેવા આવનાના છે, તેવી હકીકતના આધારે એસ.ઓ.જી ટીમ વોંચમાં રહેલ અને બાતમીદારો તથા ફરીયાદીના જણાવ્યા મુજબના બે આરોપીઓને એક મો.સા. રજી.નં.GJ03MD-7999 સાથે પકડી પાડી અને એસ.ઓ.જી ઓફીસ ખાતે લઈ આવી પુછપરછ કરતા સુંદર બનાવમાં બીજી મહીલાઓ પણ આ હનીટ્રેપમાં સામેલ હોય અને તેમાની મહીલાઓને જૂનાગઢ જોષીપરા, ખાતે તપાસ કરતા મળી આવેલ હોય જેથી તેઓ ચારેયને યુક્તી-પ્રયુક્તીથી પુછપરછ કરતા તેઓ બધાએ સાથે મળીને ઉપરોક્ત ગુનાને અંજામ આપેલ હોય એસ.ઓ.જી દ્વારા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી જુનાગઢ શહેર બીડીવી. પો.સ્ટે.ને સોપેલ છે.

જૂનાગઢ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા એ.એસ.આઇ. જીતેન્દ્રસિંહ ચૌહાણ, રવિરાજસિંહ સોલંકી, એમ.વી.કુવાડીયા, પો.હેડ કોન્સ. રમેશભાઇ માલમ, અનિરૂધ્ધભાઇ વાંક, રવીભાઇ ખેર, પ્રતાપભાઇ શેખવા, જયેશભાઇ બકોત્રા, પરેશભાઇ ચાવડા તથા પો.કોન્સ. રોહીતભાઈ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા, ડાયાભાઇ કરમટા, બાલુભાઇ બાલસ, વિશાલભાઈ ડાંગર વિગેરે સ્ટાફ સાથે
પકડાયેલ આરોપીઓને(1) હીનાબેન વા/ઓફ કાનજીભાઈ નારણભાઈ વાઢેર,
(2) નિયોજીત નરસિંહભાઈ ઠુંમ્મર,
(3) રાહુલભાઇ સુરેશભાઇ પરમાર,
(4) હિનાબેન વા/ઓ રમેશભાઈ કનુભાઈ વિરડીયા,4 આરોપીઓને પકડી પાડયા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to