December 22, 2024

જૂનાગઢ ની ભેસાણ પોલીસે એટ્રોસીટી મારામારીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાશતા ફરતા આરોપી સન્ની ડાંગરને પકડી પાડયો

Share to



જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ વિભાગ જુનાગઢ માર્ગદર્શન હેઠળ લોકસભા ચુંટણી-૨૦૨૪ અન્વયે નાશતા ફરતા આરોપીઓને પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ડ્રાઈવનું આયોજન થઈ આવેલ હોય

જે અનુસંધાને અમો તથા પો.હેડ કોન્સ. એસ.એન.વાણીયા, પો.કોન્સ.કનકસિંહ રેવતુભા,પો. કોન્સ.અનકભાઇ ભીખુભાઇ બોધરા નાઓ એ રીતેના માણસો પ્રેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. એસ.એન.વાણીયાને બાતમીરાહે હકીકત મળેલ કે ભેંસાણ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. I.P.C.B.  એટ્રો.એક્ટ ૩.૩ (૧)(આર)(એસ),૩(૨)(૫-એ) મુજબના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સન્ની ડાંગર રહે-રાજકોટ વાળો હાલમાં સરદારપુર ગામમાં આવેલ છે જે મળેલ હકીકતના આઘારે સરદારપુર ગામે તપાસ કરતા બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ફોરવ્હીલ સાથે મળી આવતા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે

પો.સબ ઈન્સ. એમ.એન.કાતરીયા, પો.હેડ કોન્સ. એસ.એન.વાણીયા, પો.કોન્સ.કનકસિંહ રેવતુભા,પો. કોન્સ.અનકભાઇ ભીખુભાઇ બોધરા પો.સ્ટાફે સાથે રહી આરોપી સન્નીભાઈ રાજેશભાઈ ડાંગર, આહિરને ભેસાણ પોલીસે પકડી પાડયો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed