.
જુનાગઢના ઐતિહાસિક ઉપરોકટ કિલ્લા ખાતે ફરવા આવેલ પ્રવાસીએ પાર્કીંગ કરેલ મોટરસાઇકલ ચોરી કરનાર ઇસમને ચોરી કરેલ મોટરસાઇકલ સાથે પકડી પાડી વણ શોધાયેલ ગુન્હાને શોધી કાઢતી જુનાગઢ -એ” ડિવીઝન પોલીસ
હે. જુનાગઢ વિભાગ-જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાના નવિનીકરણ બાદ તાજેતરમાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયેલ હોય અને ખુબજ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉપરકોટના કિલ્લાની મુલાકાત અર્થે આવતા હોય અને તેઓની મુલાકાત દરમ્યાન તેઓ ચોરી, ચીલઝડપ, લુટ, ધાડ, વગેરે જેવા બનાવોના ભોગ ના બને અને તેઓના જાનમાલનું રક્ષણ થાય તે અર્થે સલાહ/સુચનો આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને જુનાગઢ-વિભાગ જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આશીફખાન અનવરખાન બેલીમ ચાખવા તા. માંગરોળ ના રહેવાસી પોતાના પરીવાર સાથે જુનાગઢ ખાતે ઉપરોકટ કિલ્લાની મુલાકાત અર્થે આવેલ હોય અને પોતાનુ મોટરસાઇલ ઉપરકોટ દરવાજા સામેના ભાગે રોડની સાઇડમાં પાર્કીંગ કરેલ હોય દરમ્યાન કોઇ અજાણયો ઇસમ સદર મોટરસાઇકલ ચોરી કરી લઇ ગયેલ હોય જુનાગઢ “એ’ ડિવી.પો.સ્ટે.ખાતે આઇ.પી.સી.ક. વિ. મુજબ વણ શોધાયેલ ગુન્હો રજી. થયેલ હોય જે શોધી કાઢવા એ. ડિવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.જે.સાવજ સાહેબે તુરત જ ગુન્હા નિવારણ શાખાના પો.સ.ઇ. ઓ.આઈ.સીદી તથા સ્ટાફને ટીમ વર્ક કરી અને નેત્રમ શાખાની મદદ લઇ આ કામના ચોર તથા મુદામાલને તાત્કાલીક શોધવા સુચના આપતા ગુન્હા નિવારણ શાખાના એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો.કોન્સ રામભાઈ ચાવડા તથા સાજીદખાન બેલીમ નાઓએ હ્યુમન તથા ટેકનીકલ શોર્સના માધ્યમથી હકીકત મેળવી ચોર ઇસમ હાસમશા ઇબ્રાહીમશા બાનવા ફકીર, રહે,જગમાલ ચોક, સુની બોરવાળ, મદ્રેશા વાળી ગલી, જુનાગઢ
ચોરી કરેલ મોટરસાઈકલ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ . કી.રૂ.૩૦,૦૦૦/સાથે જુનાગઢ પોલીસે પકડી પડ્યો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,