September 7, 2024

અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન

Share to

  • આચાયઁની ઓફિસના કમ્પ્યુટર સાધન-સામગ્રી બળીને ખાખ





નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી પ્રા.શાળામાં રાત્રીના અંધકારના અજમ્યા કારણોસર શોર્ટ-સક્રિઁટ થવાથી એકાએક આગ લાગતા આચાયઁની ઓફિસમાં આવેલ કોમ્પ્યુટર,સ્ટેશનરી અને મહત્વના કાગળપત્રી સહિત જરૂરા સાધન-સામગ્રી બળીને ખાખ થઇ હતી.બનાવની જાણ સ્થાનીક રહીશોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા.પરંતુ આગની ઝપેટના કારણો ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે,અરેઠી પ્રા.શાળામાં રાત્રીના અંધકારના સમયે શોર્ટ-સક્રિઁટ થવાથી આગ લાગી હતી.દિવસ દરમ્યાન ચાલે શાળાના સમયે આગ લાગવાની ઘટના બનતે મોટી જાનહાની-દુઁઘટના સજૉવાની શક્યતાઓ ઉદભવી શકતે.કોઇ જાનહાની નહીં થતાં સ્થાનિક રહીશો રાહતનો શ્વાસ લીધો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed