અમરેલી મુકામે ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયાના સમર્થનમાં માન. પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા દ્વારા આયોજિત “બુથ પ્રમુખ તથા કાર્યકર્તા સંમેલન” યોજાયું હતું.
આ તકે ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સહકાર શિરોમણી અને ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ કાબરીયા,દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યશ્રીઓ જે.વી.કાકડીયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સંઘાણી, જનકભાઈ તલાવીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા – મંડલ પદાધિકારીઓ, તેમજ બુથ પ્રમુખો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ
