કરજણ વાડી ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત ચાલતી કામગીરીમા.નેત્રંગ નગર માંથી વહેતી અમરાવતી નદીમા આડેધડ કરેલા બલાસ્ટીંગને લઈ ને ૨૦ થી ૨૫ જેટલા આદિવાસી લોકોના ધરના નળીયા, પતરા નો કચરધાણ વળી ગયો, મકાનોની દિવાલો ફાટી ગઇ.પથ્થરો પતરા,નળીયા તોડી ધરોમા પડતા વિજ ઉપકરણોને નુકસાન.

Share toપ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૯-૦૪-૨૪.

નેત્રંગ,વાલીઆ,ઉમરપાડા તાલુકામા પથરીયાળ જમીન ને લઇ ચોમાસ ત્રતુ દરમિયાન વરસાદી પાણીનો જળસંચય નો કોઈ પણ જાતનો પ્રકોપ નહિ હોવાના કારણે નદી નાળાઓ ઉનાળાની સિઝન શરૂ થતાજ સુકાભઠ થઈ જતા પશુ પક્ષીઓને પીવાના પાણી ની ભારે ખેંચ વર્તાતી હોવાથી તેમજ ખેતી માટે સિંચાઇ માટે કોઇ પણ જાત ની સુવિધાઓ નહિ હોવાથી વરસાદી ખેતી જ ગરીબ લોકોને નસીબ થાય છે.
      તેવા સંજોગોમા રાજય સરકાર થકી આ સમસ્યા ના નિરાકરણ માટે કરજણ જળાશય યોજનામાંથી ઉપરોક્ત વિસ્તારો ને પાણી મળી રહે તે માટે કરજણ વાડી ઉદ્વહન સિંચાઇ યોજના અમલમા મુકવામા આવી છે.
જેની કામગીરી વર્ષ ૨૦૧૮થી ચાલી રહેલી આ યોજના ગોકુળગાયની ગતિ એ હાલ ચાલી રહી છે.આ યોજનાની પાઇપ લાઇન નાખવાની કામગીરી હાલમા નેત્રંગ નગર માંથી પસાર થતી અમરાવતી નદીના પથ્થરાળ વિસ્તાર માંથી આગળ વધારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે તા.૫ એપ્રિલ ના રોજ આ કામગીરી કરનાર એજન્સી થકી નદીના પટ વિસ્તાર મા બ્લાસ્ટીંગની કામગીરી કરવામા આવી હતી, જેને લઇ ને જુના નેત્રંગ વિસ્તારમા આવેલ દેશમુખ ફળીયાની આગળ આવેલ ફળીયામા વસતા ગરીબ આદિવાસીઓના ધરો પર બ્લાસ્ટીંગ દરમિયાન વરસાદ ની માફક આકાશ માંથી પથ્થરોનો વરસાદ વરસતા ૨૦ થી ૨૫ જેટલા ધરોના નળીયા,પતરાઓનો કચરચાણ વાળી જવા પામ્યો છે. અનેક લોકોના આવાસોની દિવાલો ફાટી ગઈ છે. પથ્થરો ધરોમા પડતા ગરીબ લોકોના વસણોથી લઈ ને વિજ ઉપકરણોને ભારે નુકસાન થવા પામેલ છે.ધરોમા  બાંધવામા આવતા પશુઓ પર પથ્થરો પડતા પશુઓને પણ ઇજાઓ પહોંચી છે. બ્લાસ્ટીગની તીવ્રતા એટલી હતી કે નેત્રંગ વાલીઆ રોડ પર આવેલ ભક્ત હાઇસ્કુલ ની આસપાસ પથ્થરો ઉડી પડ્યા હતા. રોડ પાસે મુકેશભાઈ વસાવા પોતાના બાળકને લઈ ને ઉભા હતા.ત્યાં જ પથ્થર પડતા તેઓના બાળકનો આબાદ બચાવ થયો હતો. બ્લાસ્ટીંગને લઈ ને જુના નેત્રંગ વિસ્તાર ના રહીશોમા એક તબાકે ભયનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ ને લઇ ને ધારાસભ્ય રીતેષ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તાર ના લોકોની મુલાકાત કરી હતી. સરકારી તંત્ર થકી તાત્કાલિક સર્વે ની કામગીરી કરી ગરીબ આદિવાસી લોકોને થયેલ નુકશાન નુ વળતર ચુકવે તેવી માંગ ઉઠી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed