જૂનાગઢ માં. રૂ. ૬,૫૦૦ રોકડ તેમજ અગત્યના ડોક્યુમેન્ટસ સહિતના પર્સ સાથેની થેલી ખોવાતા સીસીટીવી કેમેરાથી જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં શોધીને અરજદારને પરત કર્યું

Share to



જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર યોગેશભાઇ રામભાઇ ચાવડા જૂનાગઢના વતની હોય, યોગેશભાઇ ખામધ્રોલ રોડથી મજેવડી ગેટ તરફ પોતાની બાઇક લઇને જરૂરી કામ સબબ જતા હોય તે દરમ્યાન યોગેશભાઇની થેલી રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે થેલીમાં રૂ. ૬,૫૦૦ રોકડ તથા ૨ ATM કાર્ડ સહિતનું પર્સ વિગેરે હોય યોગેશભાઇ બેન્કમાં લોન ભરવા જ્યારે થેલી શોધે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમની થેલી ક્યાંક પડી ગયેલ છે.* યોગેશભાઇએ આજુબાજુ તપાસ કરેલ તથા તે જે રૂટ પરથી પોતાની બાઇક લઇને આવેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ તેમની થેલી ક્યાંય મળી આવેલ નહિ. જે થેલીમાં યોગેશભાઇના ATM કાર્ડ તથા લોન ભરવા માટેના રોકડ સાથેનું પર્સ હોય થેલી કેવી રીતે મળશે? જે બાબતથી યોગેશભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા જે દરમ્યાન ચા ની લારી ચલાવતા વ્યક્તિએ તેમને જણાવેલ કે પોલીસ અધિક્ષક સાહેબની કચેરી ખાતે નેત્રમ શાખા કાર્યરત છે, તમે ત્યા રૂબરૂ રજુઆત કરશો તો પોલીસ સ્ટાફ શક્ય તે મદદ કરશે. જેથી યોગેશભાઇ તાત્કાલીક નેત્રમ શાખા આવી આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. હિનાબેન વેગડા, શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર જલ્પાબેન રામ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી યોગેશભાઇ પોતાનું બાઇક લઇ જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા યોગેશભાઇનું  રૂ. ૬,૫૦૦ રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની થેલી મજેવડી દરવાજા પાસે પડતી જણાય આવેલ છે. જે તુરંત જ એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉઠાવી લેવાનું ધ્યાને આવેલ. ત્યારબાદ CCTV ફૂટેજ દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો આગળનો રૂટ ચેક કરતા તે વ્યક્તિ એક ઓટો રિક્ષામાં બેસી ચિતાખાના તરફ જતો જોવા મળેલ છે. જે આધારે તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા તે અજાણ્યો વ્યક્તિ GIDC ના એક કારખાનામાં કામ કરતો હોય તેવું જણાવેલ*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા GIDC જઇ રૂબરૂ પૂછપરછ કરતા તે અજાણ્યા વ્યકિતએ થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા યોગેશભાઇ ચાવડાની રૂ. ૬,૫૦૦ રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની થેલી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને યોગેશભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા યોગેશભાઇ રામભાઇ ચાવડાનું રૂ. ૬,૫૦૦ રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતની થેલી ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to